November 22, 2024

સુરતના વેલંજામાંથી ઝડપાયું કરોડોનું ડ્રગ્સ, ત્રણ આરોપીની ધરપકડ

સુરતઃ રાજ્યમાં ફરીવાર કરોડોનું ડ્રગ્સ ઝડપાયું છે. શહેરના વેલંજામાંથી ડ્રગ્સ ઝડપાયું હતું. પોલીસે 2 કરોડની કિંમતનું 2 કિલો ડ્રગ્સ જપ્ત કર્યું છે. સુરત શહેર અને ગ્રામ્ય પોલીસે સંયુક્ત ઓપરેશન પાર પાડ્યું છે.

આરોપીઓ અંકલેશ્વરથી ડ્રગ્સનો જથ્થો લઈને આવતા હતા. GJ 16 DK 3299 નંબરની કારમાં જથ્થો લઈને આવતા હતા. પોલીસે રાજ હોટલથી વેલંજા તરફ જતા રોડ પરથી ઝડપ્યો છે. પોલીસે આ મામલે મોન્ટુ પટેલ, વિરાટ પટેલ અને વિપુલ પટેલના આરોપીને ઝડપી પાડ્યો છે. આ ઉપરાંત 3 મોબાઈલ, રોકડ, ડ્રગ્સ સહિત 2 કરોડથી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો છે.

ગત મોડી રાત્રે પોલીસની એક ટીમ અંકલેશ્વર તપાસ અર્થે પહોંચી હતી. અંકલેશ્વરથી પણ મોટા પ્રમાણમાં ડ્રગ્સનો જથ્થો મળ્યો છે. ડ્રગ્સના જથ્થાને લઈ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

ડ્ર્ગ્સ કેસને લઈ પોલીસને મોટી સફળતા મળી છે. પોલીસે અંકલેશ્વરની ફેક્ટરીમાંથી ડ્રગ્સનો જથ્થો ઝડપ્યો છે. અવસર એન્ટરપ્રાઈઝમાંથી 250 કરોડનો જથ્થો ઝડપાયો છે. પોલીસને કંપનીમાંથી ડ્રગ્સ સહિતનો 250 કરોડનો જથ્થો મળ્યો હતો. સુરત પોલીસ અને ભરૂચ SOGનું રાત દરમિયાન ઓપરેશન ચાલ્યું છે.