January 16, 2025

વરાછામાંથી બે બોગસ ડોક્ટરની ધરપકડ, ગુપ્ત રોગની સારવાર કરતા હતા!

સુરતઃ વરાછા વિસ્તારમાંથી બે નકલી ડોક્ટરો ઝડપાયા છે. કોઈપણ મેડિકલ ડિગ્રી વિના પ્રેક્ટિસ કરતા હતા. આરોગ્ય વિભાગની ટીમની નિષ્ક્રિયતાના પગલે નકલી ડોક્ટરોનો રાફડો ફાટી નીકળ્યો છે. સુરતના વરાછા પોલીસે આ મામલો બે બોગસ ડોક્ટર સહિત અન્ય એક વ્યક્તિની ધરપકડ કરી છે.

નેચરો હર્બલ ક્લિનિક અને વગર ઓપરેશન નામના બે ક્લિનિક પર પોલીસે છાપો માર્યો હતો. જુગલ બિશ્વાસ અને મિલન બિશ્વાસ નામના બોગસ ડોક્ટરોની ધરપકડ કરી છે. લંબે હનુમાન રોડ અને માતાવાડી વિસ્તારમાં બોગસ ડોક્ટરો ક્લિનિક ચલાવતા હતા. છેલ્લા પાંચ વર્ષથી નકલી ક્લિનિક ચલાવતા હતા. આરોપીઓ કોઈપણ મેડિકલ ડિગ્રી વિના દર્દીઓની સારવાર કરતા હતા.

બંને બોગસ ડોકટરો મૂળ કોલકત્તાના વતની છે. ઝડપાયેલા બંને બોગસ ડોક્ટરો સબંધમાં સગા ભાઈ થાય છે. સેક્સ રોગ, ગુપ્ત રોગ, બાવાસિર, શીઘ્રપતન, સેક્સની સમસ્યા જેવી બીમારીઓની સારવાર કરતા હોવાની જાહેરાત આપતા હતા. બોગસ ડોક્ટરો આવતા દર્દીઓની સારવાર કરતા હતા.

બંને ક્લિકમાંથી વરાછા પોલીસે એલોપેથીની દવાનો જથ્થો કબજે કર્યો છે. બંને બોગસ ડોક્ટરો પાસેથી કોઈપણ મેડિકલ સર્ટી અથવા રજિસ્ટ્રેશન અંગેના પુરાવા નથી મળ્યા. આ મામલે વરાછા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.