September 23, 2024

સુરતના વરાછામાંથી ઝડપાયું કૂટણખાનું, મહિલા સહિત બે આરોપીની ધરપકડ

સુરતઃ શહેરના વરાછા વિસ્તારમાંથી કૂટણખાનું ઝડપાયું છે. વરાછા વિસ્તારમાં એન્ટી હ્યુમન ટ્રાફિક યુનિટે કાર્યવાહી હાથ ધરી હતી. તેમાં આ કૂટણખાનાનો ખુલાસો થયો છે. આ સાથે જ પોલીસે ચાર ગ્રાહક અને બે દલાલની ધરપકડ કરી છે.

પોલીસે ભાડુઆત તરીકે મકાન રાખી કૂટણખાનું ચલાવતા મહિલા સહિત બે આરોપીની ધરપકડ કરી છે. ચાર મહિલાઓને રેસ્કયૂ કરવામાં આવી છે. આરોપી જનકબેન હરિભાઈ કામદાર અને ભરત જયરામ વસાણી કૂટણખાનું ચલાવતા હતા.

મનીષ ગોહિલ અને હરેશ કલસરિયા ગ્રાહકોનો સંપર્ક કરાવતા હતા. જગદીશનગર વિભાગ 1માં આવેલા ક્રિષ્ના એપાર્ટમેન્ટમાં કૂટણખાનું ચાલતું હતું. ગ્રાઉન્ડ ફ્લોરના મકાન નંબર 1 અને 4માં કૂટણખાનું ધમધમતું હતું.

એન્ટી હ્યુમન ટ્રાફિક યુનિટ દ્વારા ગ્રાહકો લાલજી પરમાર, જતીન વાજા, ધ્રુવ રામાણી, મહેશ સોલંકીની ધરપકડ કરી છે. જ્યારે દલાલ મનીષ ગોહિલ અને હરેશ કલસરિયાને પણ ઝડપી પાડ્યા હતા. વધુ તપાસ વરાછા પોલીસને સોંપવામાં આવીછે.