September 24, 2024

સુરત ટ્રેક ષડયંત્ર કેસઃ એવોર્ડ માટે રેલવે કર્મચારીઓએ રચ્યું હતું કાવતરું, આ રીતે થયો ખુલાસો

Surat Train Derailment Case: સુરત નજીક કીમ અને કોસંબા રેલવે સ્ટેશન વચ્ચેના ટ્રેકની ફિશપ્લેટ અને ERC ખોલવાના કેસમાં રેલવેને માહિતી આપનાર ટ્રેકમેન મુખ્ય આરોપી હોવાનું સામે આવ્યું છે. તેની સાથે પેટ્રોલિંગ કરી રહેલા અન્ય બે રેલવેકર્મીઓએ પણ ષડયંત્રમાં ભાગ ભજવ્યો હતો. એવોર્ડ મેળવવા માટે રેલવે કર્મચારીઓએ કાવતરું ઘડ્યું હતું. 21 સપ્ટેમ્બરના રોજ કીમ રેલ્વે સ્ટેશન નજીક ફિશ પ્લેટ અને ERC ખોલીને અને તેને ટ્રેક પર મૂકીને ગરીબરથ એક્સપ્રેસને પાટા પરથી ઉતારવાનું ષડયંત્ર રચવામાં આવ્યું હતું. આના પર પોલીસ અને અન્ય તપાસ ટીમોએ કેસની તપાસ શરૂ કરી છે.

મોબાઈલમાંથી વીડિયો ડિલીટ કરી દીધો
સુભાષ કુમાર કૃષ્ણદેવ પોદ્દાર, જેણે આ ઘટના જોઈ અને રેલવે અધિકારીઓને જાણ કરી, તેણે પોલીસને જણાવ્યું હતું કે તેણે તેના મોબાઈલમાં ફોટા અને વીડિયો લીધા હતા. પોલીસ તપાસમાં જાણવા મળ્યું કે ટ્રેન ટ્રેક પર આવી અને માહિતી પ્રાપ્ત થઈ તે સમય વચ્ચે મોટી સંખ્યામાં ફિશ પ્લેટ અને ERC ખોલવાનું અશક્ય હતું. જેના કારણે પોલીસે પેટ્રોલિંગમાં જોડાયેલા ત્રણ રેલવે કર્મચારીઓના મોબાઈલ ફોન ચેક કર્યા હતા.

આ પણ વાંચો: પશ્ચિમ બંગાળ: જલપાઈગુડીમાં માલગાડી પાટા પરથી ઉતરી, રેલવે ટ્રેકનું સમારકામ ચાલુ

આ રીતે તપાસમાં થયો ખુલાસો
અન્ય રેલવે કર્મચારી મનીષ કુમારે ફોટા લીધા બાદ સૂર્યદેવ મિસ્ત્રીના મોબાઈલ ફોનમાં ટ્રેક પર રાખેલી ERC ક્લિપ્સ ડિલીટ કરી દીધી હતી, જે ફોનની રિસાઈકલ બિન હિસ્ટ્રી ચેક કરતી વખતે સામે આવી હતી. આ પછી પોલીસે ત્રણેયની કડક પૂછપરછ શરૂ કરી તો સમગ્ર મામલો સામે આવ્યો હતો. એવું કહેવાય છે કે રેલવે કર્મચારીઓએ એવોર્ડ (ઈનામ), નાઈટ ડ્યુટીમાંથી રાહત અને પરિવાર સાથે બહાર જવાનો સમય મેળવવા માટે કાવતરું ઘડ્યું હતું.

આ આરોપીઓ ઝડપાયા
સુભાષકુમાર કૃષ્ણકુમાર પોદ્દાર (39)
મનીષકુમાર સૂર્યદેવ મિસ્ત્રી (28)
શુભમ જયપ્રકાશ જયસ્વાલ (26)