January 5, 2025

અયોધ્યા જતી આસ્થા ટ્રેન પર ગત મોડી રાત્રે થયો પથ્થરમારો

આસ્થા ટ્રેન - NEWSCAPITAL

સુરતઃ અયોધ્યા જતી આસ્થા ટ્રેન પર ગત મોડી રાત્રે પત્થરમારો થયો હોવાનું સામે આવ્યું છે. આસ્થા ટ્રેનમાં 1340 જેટલા યાત્રીઓ પણ સવાર હતા. ટ્રેનના પ્રસ્થાન બાદ નંદુબાર નજીક મોડી રાત્રે પત્થરમારો થયો હતો. સમગ્ર મામલે નંદુબાર રેલવે પોલીસે તપાસ હાથ ધરી છે. કેન્દ્રીય રાજ્ય રેલવે મંત્રી દર્શના જરદોશે પ્રસ્થાન કરાવ્યું હતું.

ટ્રેનમાં 1340 યાત્રીઓ સવાર હતા
અયોધ્યા શ્રી રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા બાદ દેશભરમાંથી આસ્થા ટ્રેનોની શરૂઆત કરવામાં આવી હતી જેમાં ભક્તો સવાર થઈને અયોધ્યા ભગવાન શ્રી રમના દર્શન કરવા માટે જઈ રહ્યા છે, ત્યારે ગતરોજ કેન્દ્રીય રાજ્ય રેલવે મંત્રી દર્શના જરદોશે સુરતથી અયોધ્યા જતી આસ્થા ટ્રેનનું પ્રસ્થાન કરાવ્યું હતું. પ્રસ્થાન બાદ આસ્થા ટ્રેન પર નંદુબાર નજીક મોડી રાત્રે પત્થરમારો કરવામાં આવ્યો હતો. આ ટ્રેનમાં અંદાજે 1340 યાત્રીઓ સવાર હતા. પત્થરમારની ઘટના બાદ મુસાફરોમાં બહેનો માહોલ ફેલાયો હતો. નંદુબાર રેલવે પોલીસે પત્થરમારને લઈને તાત્કાલિક ધોરણે તપાસ શરૂ કરી હતી. જો કે, પ્રાથમિક તપાસ બાદ પોલીસે ટ્રેનને અયોધ્યા રવાના કરી હતી.આસ્થા ટ્રેન - NEWSCAPITAL

આ પણ વાંચો : આજથી અંબાજી શક્તિપીઠ ગબ્બર ઉપર પરિક્રમા મહોત્સવનો પ્રારંભ

શ્રદ્ધાળુઓ માટે આસ્થા ટ્રેન શરૂ કરવામાં આવી છે
ઉલ્લેખનીય છે કે, રાજ્યના CM ભૂપેન્દ્ર પટેલે થોડા સમય અગાઉ સાબરમતી રેલવે સ્ટેશન ખાતેથી આસ્થા સ્પેશ્યલ ટ્રેનને લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું હતું. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રેરણા, પ્રભુશ્રી રામચંદ્રજી પ્રત્યેની અડગ શ્રદ્ધા અને સમર્પણના પરિણામે અયોધ્યાના ભવ્ય રામમંદિરમાં રામલલા બિરાજમાન થયા છે. આ ભવ્ય રામમંદિરના દર્શન માટે શ્રદ્ધાળુઓ સરળતાથી જઈ શકે તે હેતુસર અમદાવાદ સહિત અન્ય શહેરોથી અયોધ્યાની આસ્થા સ્પેશિયલ ટ્રેન શરૂ કરવામાં આવી છે.