January 3, 2025

સુરત SOGની મોટી કાર્યવાહી, હજીરાના દરિયાકિનારેથી કરોડોનું ચરસ ઝડપ્યું

Surat sog seized charas hajira coastal area

સુરત પોલીસે ડ્રગ્સનો જથ્થો ઝડપી પાડ્યો છે.

સુરતઃ શહેર SOGએ ડ્રગ્સ મામલે મોટી કાર્યવાહી કરી છે. હજીરાના દરિયાકિનારેથી મોટા પ્રમાણમાં ચરસનો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો છે. ઉલ્લેખનીય છે કે, હજીરા દરિયાકિનારેથી આશરે 1 કરોડથી વધુનું અફઘાની ચરસ મળી આવ્યું હતું.

સુરત SOGએ ચરસ કબ્જે કરી કાર્યવાહી શરૂ કરી છે. સુરતમાં દરીયાઈ માર્ગે ડ્રગ્સ સ્મગ્લિંગના રેકેટનો પર્દાફાશ કર્યો છે. SOGએ 1.87 કરોડની કિંમતનું ડ્રગ્સ ઝડપી પાડ્યું છે. High Purity અફઘાની ચરસ વજન 1.754 KG મળી આવ્યું હતું. આગામી 15મી ઓગષ્ટે સ્વતંત્રતા દિવસ અનુસંધાને ચરસ મળ્યું હતું.

ગુજરાત રાજ્યમાં આંતરીક સલામતી માટે પેટ્રોલિંગ કરતી વખતે ચરસનો જથ્થો મળી આવ્યો હતો. સુરત શહેરમાં ભૂતકાળમાં દરીયાકિનારે મોટા પ્રમાણમાં ડ્રગ્સ અને ચરસ મળી આવ્યું હતું. હજીરા પોલીસ સ્ટેશનમાં NDPS અધિનિયમ હેઠળ આ મામલે ગુનો દાખલ કરવામાં આવ્યો છે અને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.