સુરતમાં વિધાર્થીના આપઘાત મામલે શાળા સંચાલકોએ કહ્યું કે કોઈ પણ ટોર્ચરિંગ કરવામાં આવ્યું નથી

Surat News: ગોડાદરાની આદર્શ પબ્લિક શાળાની વિધાર્થીના આપઘાત મામલે હવે શાળા સંચાલકોએ ફગાવી દીધા છે. શાળા સંચાલકો અને શિક્ષકોએ આ વાતનો ખુલાસો કર્યો છે. વિદ્યાર્થીનીને પરિવાર તરફથી જ ટોર્ચરિંગ કરવામાં આવતું હતું. શાળા તરફથી ફી બાબતે કોઈ પણ ટોર્ચરિંગ કરવામાં આવ્યું નથી.
આ પણ વાંચો: દેવભૂમિ દ્વારકા જિલ્લાના 7 ટાપુઓ ગેરકાયદેસર દબાણથી મુક્ત
યુવક જોડે મોબાઈલ પર વાત કરતી હતી
પરિવારે જે આક્ષેપ કર્યા છે તે તદ્દન ખોટા છે. બાળકની ફી બાકી હોય તો વાલીઓ જોડે સીધી વાતચીત કરાય છે. નહીં કે વિદ્યાર્થીઓને ટોર્ચરિંગ કરવામાં આવે છે. પરિવારે કરેલા આરોપો તદ્દન પાયા વિહોણા છે. શાળામાં અભ્યાસ કરતી વિદ્યાર્થીની સાક્ષીમાં એક નિવેદન સામે આવ્યું છે. શાળા તરફથી કોઈપણ દબાણ ભાવનાને કરવામાં આવતું નહોતું. ભાવના અન્ય યુવક જોડે મોબાઈલ પર વાત કરતી હતી. જે રેકોર્ડિંગ પિતાના હાથે લાગ્યું હતું. જેથી પિતાએ તેને ઠપકો આપ્યો હતો. શાળા તરફથી ફી બાબતે જરાય ઠપકો આપવામાં આવ્યો નથી.