December 22, 2024

સુરતમાં રત્ન કલાકારે મંદી આવતા 9 લાખની કારમાં દહીંવડા વેચવાનું શરૂ કર્યું

અમિત રૂપાપરા, સુરત: કોરોના મહામારી બાદ સુરતનો હીરા ઉદ્યોગ સતત મંદીના માહોલમાંથી પસાર થઈ રહ્યો છે. ત્યારે પરિવારનું ગુજરાન ચલાવવા માટે રત્ન કલાકારો અલગ અલગ ધંધા તરફ વળી રહ્યા છે. કોઈ રત્ન કલાકાર રસ્તા પર સુપ વેચીને પરિવારનો ગુજરાન ચલાવે છે. તો કોઈ વ્યક્તિ રસ્તા પર શાકભાજી કે વડાપાવ વેચીને પરિવારનો ગુજરાન ચલાવે છે. ત્યારે સુરતમાં એક રત્ન કલાકાર હીરામાં મંદી આવતા પોતાની નવ લાખની કારમાં દહીંવડા વેચવાનું શરૂ કર્યું છે. મંદીના કારણે નોકરી છૂટી જતા તેને પોતાની કારમાં જ દહીંવડા વેચવાનું શરૂ કર્યું અને આ રત્નકલાકાર આર્થિક તંગી અને મંદીના કારણે કંટાળીને આપઘાત કરતા રત્ન કલાકારો માટે એક પ્રેરણા રૂપ સાબિત થયું.

રત્નકલાકાર તરીકે કામ કરવાનું શરૂ
સુરતના રાંદેર રોડ પર નવ લાખ રૂપિયાની કારમાં દહીં વડા વેચનાર રત્નકલાકારનું નામ વિકી સોની છે અને તે પરિવાર સાથે રાંદેર વિસ્તારમાં જ રહે છે. પરિવારમાં તેને પત્ની અને બે દીકરા છે. 2014માં વિકી સોનીએ રત્નકલાકાર તરીકે કામ કરવાનું શરૂ કર્યું હતું. શરૂઆતમાં તેનો પગાર 7000 રૂપિયા હતો અને ધીમે ધીમે પ્રગતિ કરીને 2022 સુધીમાં વીકીનો પગાર 30000 રૂપિયા થઈ ગયો. હીરામાં સારો પગાર હોવાના કારણે તેને 2021માં 9 લાખ રૂપિયાની ટાટા પંચ કાર લીધી હતી. પરંતુ ત્યારબાદ એકાએક જ આવેલી મંદિએ રત્નકલાકારની વૈભવી લાઈફ સ્ટાઈલ જીવવાની આશા પર પાણી ફેરવી દીધું છે.

દહીં વડા વેચવાનું શરૂ કરી દીધું
મંદીના કારણે રત્નકલાકારનો પગાર અડધો થયો. 2020 સુધીમાં જે રત્ન કલાકારનો પગાર 30,000 હતો તેને 2022માં ખૂબ જ મંદીના કારણે 15 હજારનું કામ પણ થતું ન હતું અને અંતે વિકિની નોકરી છૂટી ગઈ. નોકરી છૂટીયા બાદ વીકી અને તેનો પરિવાર મુશ્કેલીમાં મુકાઈ ગયા જોકે એક દિવસ વિકીની પત્નીએ તેને હિંમત ન હારીને અન્ય ધંધો કરવા માટે જણાવ્યું અને બસ આ વાતને લઈને રત્નકલાકાર આગળ વધ્યો અને તેને પોતાની નવ લાખ રૂપિયાની કારમાં જ દહીં વડા વેચવાનું શરૂ કરી દીધું. શરૂઆતમાં તેને સાંજના બે કલાક જ દહીંવડા વેચવાનો શરૂ કર્યું અને થોડા દિવસ સુધી સંઘર્ષ પણ કરવો પડ્યો પરંતુ પત્નીના ફુલ સપોર્ટના કારણે આજે રત્નકલાકાર વિકી ખૂબ સફળ રહ્યો છે. અને પોતાની નવ લાખની કારમાં જ દહીં વડા વેચી રહ્યો છે.

આ પણ વાંચો: ધારપુર મેડિકલ કોલેજમાં પ્રથમ વર્ષના વિદ્યાર્થીનું રહસ્યમય મોત

પોતાની કારના હપ્તા ચૂકવી દીધા
ઉલ્લેખની એ છે કે શરૂઆતમાં આરાધના કલાકારને ખૂબ ઓછા ઓર્ડર આવતા હતા. પરંતુ હવે 200 થી 250 પ્લેટ દહીં વડા પ્રતિદિન રત્ન કલાકાર વેચી રહ્યો છે. જેમાં 40 થી 50 જેટલી પ્લેટો લોકો સ્થળ પર જ ખાય છે અને 150 થી 200 જેટલી પ્લેટ લોકો પાર્સલ કરીને લઈ જાય છે. વિકી સોની જે કારમાં દહીંવડા વેચી રહ્યો છે તે કાર તેને હપ્તેથી લીધી હતી અને નોકરી છૂટી ગયા બાદ તેને હપ્તા ભરવામાં પણ મુશ્કેલી થઈ હતી. પરંતુ ત્યારબાદ તેને દહીંવડાનો ધંધો શરૂ કરીને પોતાની કારના હપ્તા ચૂકવી દીધા અને અંતે પોતાની ડ્રીમ કારમાં જ તે દહીં વડા વેચી રહ્યો છે.