January 8, 2025

સુરત રેલવે સ્ટેશન પર પ્લેટફોર્મ નંબર 2-3 આગામી 2 મહિના સુધી બંધ, ટ્રેનો ઉધના ડાયવર્ટ કરી

સુરતઃ રેલવે સ્ટેશનમાં પ્લેટફોર્મ નંબર 2 અને 3 આગામી 60 દિવસ માટે બંધ રહેશે. સુરત રેલવે સ્ટેશન મલ્ટી મોડેલ ટ્રાન્સપોર્ટેશન હબ બની રહ્યું છે. ત્યારે આ બંને પ્લેટઉફોર્મ પર આવનારી ટ્રેનોને ઉધના ડાયવર્ટ કરવામાં આવી છે.

અંદાજે 122 ટ્રેન સુરતથી મુંબઈ જઈ રહી હતી. ત્યારે આ દરેક ટ્રેન હવે ઉધના રેલવે સ્ટેશનથી ઓપરેટ થશે. 79 ટ્રેનો વડોદરા તરફ જઈ રહી છે, તે પણ ઉધના રેલવે સ્ટેશન તરફ ડાયવર્ટ કરવામાં આવી છે. લોકોને આ બાબતે માહિતી મળી રહે તેવા હેતુથી રેલ્વે દ્વારા એક ક્યુઆર કોડ પણ બહાર પાડવામાં આવ્યો છે.

હવે લોકો આ ડાયવર્ટ થયેલી ટ્રેનની માહિતી ક્યૂઆર કોડની મદદથી મેળવી શકશે. રેલ્વે દ્વારા કસ્ટમરો કે જેનો ડેટાબેઝ રેલવે દ્વારા આ ક્યૂઆર કોડ મોકલવામાં આવ્યો છે. ક્યૂઆર કોડ મોબાઇલમાં સ્કેન કરીને તમામ માહિતી મળી શકશે.