સુરતના પૂણા ગામમાં ગેસનો બાટલો ફાટ્યો, 6 લોકો ઇજાગ્રસ્ત
સુરતઃ જિલ્લાના પૂણા ગામમાં વહેલી સવારે ગેસનો બાટલો બ્લાસ્ટ થતા 6 લોકો દાઝ્યા હતા. હાલ તમામ લોકોને તાત્કાલિક સારવાર માટે ખસેડવામાં આવ્યા છે.
મળતી માહિતી પ્રમાણે, પુણા ગામમાં નાલંદા સ્કૂલની સામે રાધે કૃષ્ણ સોસાયટીમાં આ બનાવ બન્યો હતો. જેમાં એક ઘરમાં ગેસનો બાટલો બ્લાસ્ટ થયો હતો. ત્યારે આ દુર્ઘટનામાં 6 લોકો ગંભીર રીતે દાઝ્યા હતા. હાલ તમામને સારવાર માટે તાત્કાલિક 108 મારફતે સ્વીમેર હોસ્પિટલ સારવાર માટે ખસેડવામાં આવ્યા છે.
સ્થાનિક લોકોએ ઘરમાં આગ જોતાં જ તાત્કાલિક ફાયર વિભાગને આ ઘટનાની જાણ કરી હતી. ત્યારે જાણ થતાં જ ફાયર વિભાગ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગયું હતું અને આગને કાબુમાં લેવીની કામગીરી હાથ ધરી હતી.