January 7, 2025

સુરત પોલીસે વ્હાઇટ ફ્લેશલાઇટ નાખીને ફરતા 100 કરતા વધુ ગાડી ચાલકોને દંડ ફટકાર્યો

અમિત રૂપાપરા, સુરત પોલીસે ફરી એક વખત વાહનોમાં વ્હાઇટ ફ્લેશલાઇટ નાખીને ફરતા હોય તેવા 100 કરતા વધુ ગાડી ચાલકોને દંડ કરવાની કામગીરી કરી હતી. થોડા દિવસ પહેલા ગુજરાતમાં વ્હાઇટ ફ્લેશલાઇટને લઈને સૌપ્રથમ કામગીરી સુરત પોલીસે કરી હતી. ત્યારે પકડાયેલા લોકોએ પોલીસથી બચવા અવનવા બાના કર્યા હતા. ત્યારે પોલીસે મેકેનિક અને ગાડીના શોરૂમના મેનેજરોને સાથે રાખીને આ કામગીરી કરી હતી.

ગાડીઓને અટકાવી દંડની કામગીરી
ગુજરાત ભરમાં અકસ્માતોની સંખ્યા દિવસેને દિવસે વધી રહી છે. અકસ્માતોની સંખ્યા ઘટાડવા માટે રાજ્ય સરકાર સાથે પોલીસ વિભાગ દ્વારા પણ કામગીરી કરવામાં આવે છે. ત્યારે વાહનોમાં હાઈ વૉલ્ટેજ વ્હાઇટ ફ્લેશલાઇટ અકસ્માતો માટે સૌથી વધુ જવાબદાર હોય છે. આ લાઈટો ગાડી ચલાવતા વ્યક્તિની આંખો પર પડતા આંખ સામે અંધારા આવી જતા હોય છે અને અકસ્માત થાય છે. જોકે આવી લાઈટોને લઈને ગુજરાતમાં સૌપ્રથમ સુરત પોલીસે થોડા દિવસ પહેલા જ એક ખાસ ડ્રાઇવનું આયોજન કર્યું હતું. ત્યારે ફરી એક વખત સુરત પોલીસે રાત્રિ દરમિયાન સુરતના ડુમ્મસ રોડ પર પરિવાર સાથે ફરવા નીકળતા 100 કરતા વધુ ગાડીઓને અટકાવી દંડની કામગીરી કરી હતી.

આ પણ વાંચો: યુવતીને ગર્ભવતી કરીને ફસાવી પછી મુસ્લિમ યુવકે ખોલ્યો ધ્રાસકો પડે એવો રાઝ

સુરત પોલીસે શરૂ કરી કામગીરી
ગાડી ચાલકોને જ્યારે પોલીસ દ્વારા અટકાવવામાં આવે અને તેમને લાઈટ બાબતે કહેવામાં આવે ત્યારે તેઓ દ્વારા અનેક વખત બહાના કાઢવામાં આવતા હતા કે, આ લાઈટ કંપની ફીટીંગ હોય છે. અને કંપનીમાંથી ગાડી લીધી તેની સાથે આવી હતી. જેને લઇને પોલીસે સૌપ્રથમ વખત રાત્રિ દરમિયાન વાહન ચેકિંગ અને ફ્લેશલાઇટની કામગીરીમાં ગેરેજના મેકેનિક અને અલગ અલગ ગાડી શોરૂમના મેનેજરોને સાથે રાખીને આ કામગીરી કરી હતી. ગુજરાતમાં આ કામગીરી સુરત પોલીસે શરૂ કરી છે અને આગામી દિવસમાં આ ડ્રાઈવ સૌથી મોટી ડ્રાઇવ ગુજરાતમાં બને તો નવાઈની વાત નથી