July 27, 2024

સુરત પોલીસે શરૂ કર્યું સાયબર મિત્ર ચેટબોટ, AI ની મદદથી બનાવાયું ચેટ બોટ

સુરત શહેર પોલીસ દ્વારા સુરત સાયબર મિત્ર ચેટબોટની શરૂઆત કરવામાં આવી છે. આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સની મદદથી આ ચેટબોટ માત્ર સેકન્ડોમાં તમારી સમસ્યાનું નિરાકરણ લાવી દેશે. આ ચેટબોર્ડ લોકોને માત્ર સાયબર ફ્રોડ સામે રક્ષણ આપશે. માનવ રહિત ચેટબોટની મદદથી લોકોને 24 કલાક માહિતી મળશે.

સુરત શહેર પોલીસ દ્વારા પ્રજાસત્તાક દિનની ઉજવણી સાથે એક મહત્ત્વની શરૂઆત કરવામાં આવી છે. AIનો ઉપયોગ કરી દેશમાં પહેલીવાર સુરત સાયબર મિત્ર ચેટબોટ શરૂ કરાયું છે. સુરતના નાગરિકો હવે એક ક્લીક પર કોઈપણ પ્રકારની સમસ્યાનું સીધું જ નિરાકરણ મેળવી શકશે. આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ નો ઉપયોગ કરી સુરત શહેર પોલીસ દ્વારા વોટ્સએપ નંબર જાહેર કરવામાં આવ્યો છે. આ નંબર પર ફરિયાદ કરવાથી કોઈપણ સમસ્યાનો ઉકેલ મળશે. બીજા છેડેથી AI રોબોટ નાગરિકોને જવાબ આપશે.

નોંધનીય છે કે સાયબર મિત્ર ચેટબોટમાં સાઇબર ક્રાઇમની ફરિયાદ કઇ રીતે કરવી તેની માહિતી પણ તેમા મળી રહેશે. આ સિવાય બોટની મદદથી અનેક ફ્રોડ બાબતે માહિતી મળી રહેશે. વર્તમાન સમયમાં AI આઘારિત સંદેશા વ્યવહાર ખૂબ જ વિકસિત થયો છે. વધુમાં જણાવી દઇએ કે સુરત પોલીસ પણ સાયબર ક્રાઇમને લઇને ટેકનીકલ બની રહી છે.

સાયબર ક્રાઇમમાં લોકોને ઓટીપી ફ્રોડ, ઇન્વેસ્ટમેન્ટ ફ્રોડ, ટાસ્ક ફ્રોડ, હેકિંગ, રેન્સમવેર સહિતના અનેક ફ્રોડ બાબતે માહિતી મળી રહેશે. ઉલ્લેખનીય છે કે બોટનો ઉપયોગ કરવા 9328523417 નંબર પર વોટ્સએપ પર HI લખીને તેમા આવતી સૂચનાઓને અનુસરવાની રહેશે. નોંધનીય છે કે હાલ વિશ્વભરમાં સાઇબર ક્રાઇમને લઇને અનેક ગૂનાઓ વધી રહ્યા છે ત્યારે સુરત પોલીસ દ્વારા શરૂ કરવામાં આવેલી સાયબર મિત્ર ચેટબોટ જનતાને ઘણું મદદરૂપ થઇ શકે છે.