December 23, 2024

ઉતરાયણના બે મહિના પહેલાં યુવકનું ગળું કપાયું, સુરત પોલીસે તાબડતોડ લગાવ્યા આ પ્રતિબંધ

Surat: ઉતરાયણને આડે હવે બે મહિના બાકી છે. ત્યારે સુરતમાં પોલીસે 2 મહિનાપહેલાં જ જાહેરનામું બહાર પાડ્યું છે. આજથી સુરતમાં 16 જાન્યુઆરી સુધી ચાઈનીઝ દોરી અને તુકકલ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. સુરતમાં ઉત્તરાયણના બે મહિના પહેલા 1 યુવકનું ગળું કપાયું હોવાના સમાચાર આવ્યા હતા. જેથી ઘટના બાદ 2 મહિના પહેલા જ પોલીસે જાહેરનામું બહાર પાડ્યું છે.

મળતી માહિતી અનુસાર આજથી સુરતમાં 16 જાન્યુઆરી સુધી ચાઈનીઝ દોરી અને તુકકલ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. તેમજ પતંગ પર ઉશ્કેરણીજનક લખાણ ઉપર પણ પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે. આ સિવાય મોટા અવાજે સ્પીકર વગાડી શકાશે નહીં. જાહેર રસ્તા ફૂટપાથ તેમજ ભયજનક રીતે ધાબા પર પતંગ ઉડાડવા પર પણ પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. નાયલોન સિન્થેટિક મટીરીયલથી કોટ કરેલી તેમજ નોનબાયોડીગ્રેડેબલ ચાઈનીઝ દોરી પર પણ પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.

આ પણ વાંચો: સરકારી વિભાગોમાં ભરતીને લઈને મોટા સમાચાર, દિવ્યાંગો માટે થશે વિશેષ ભરતી ડ્રાઈવ 

આ સિવાય વધુમાં સવારે 6થી 8 વાગ્યા દરમ્યાન પતંગ ચગાવી શકાશે નહીં. જાહેરનામું 22 નવેમ્બર થી 16 જાન્યુઆરી સુધી અમલમાં રહેશે. જાહેરનામાનો ભંગ કરનાર સામે પોલીસ કાર્યવાહી કરશે.