January 7, 2025

સુરત પોલીસ એક્શન મોડમાં… ગુનાખોરી અટકાવવા હિસ્ટ્રીશીટરોને આપી કડક ચેતવણી

Surat: સુરતમાં ગુનાખોરી અટકાવવા પોલીસ એક્શન મોડમાં આવી ગઈ છે. સુરત પોલીસે ઝોન 4 વિસ્તારમાં આવતા 2થી વધુ ગુનાહિત ઇતિહાસ ધરાવતા હિસ્ટ્રીશિટરોને ચેતવણી આપી છે. ચેતવણી આપતા કહ્યું છે કે હવે કોઈ પણ પ્રકારના ગુનાને અંજામ આપશો તો કડક સજા ભોગવવા તૈયાર રેહજો.

મળતી માહિતી અનુસાર રાજ્યમાં દિવસે-દિવેસ ગુનાખોરીનું પ્રમાણ વધી રહ્યું છે. જેને અટકાવવા સુરત પોલીસ પણ એક્શન મોડમાં છે. સુરત પોલીસે પાંડેસરા, ખટોદરા, અલથાણમાંથી હિસ્ટ્રીશિટરોને ચેતવણી આપી છે. નોંધનીય છે કે, 100 જેટલા હિસ્ટ્રીશીટરને ભેગા કરી ડીસીપી ઝોન-4 વિજયસિંહ ગુર્જરે ગુનો ન કરવા ચેતવણી આપી છે. વધુમાં ડીસીપીએ કહ્યું કે, હવે કોઈ પણ પ્રકારના ગુનાને અંજામ આપશો તો કડક સજા ભોગવવા તૈયાર રેહજો.

આ પણ વાંચો: રાજ્યમાં ઠંડીનો ચમકારો યથાવત, નલિયા સૌથી ઠંડુગાર શહેર બન્યું