January 28, 2025

ગુનાખોરી અટકાવવા સુરત પોલીસે કોમ્બિંગ હાથ ધર્યું, ડ્રોનની મદદથી ચેકિંગ કરાયું

Surat: રાજ્યમાં વધતી ગુનાખોરીને અટકાવવા માટે સુરત પોલીસ આવી એક્શન મોડમાં આવી ગઈ છે. સુરતમાં વધતી ગુનાખોરી અટકાવવા સુરત પોલીસનું વિવિધ વિસ્તારોમાં કોમ્બિંગ તેમજ વાહન ચેકીંગ હાથ ધર્યું છે. જેમા 50થી વધુ હિસ્ટ્રી શીટરની પૂછપરછ પણ કરવામાં આવી છે. આ સિવાય 4 જેટલા ડ્રોનની મદદથી પણ વિસ્તારમાં શંકાસ્પદ જગ્યાઓ ચેક કરવામાં આવી છે.

મળતી માહિતી અનુસાર ડિંડોલી પોલીસ દ્વારા ભેસ્તાન સ્લમ આવાસ વિસ્તારમાં કોમ્બિંગ હાથ ધરવામાં આવ્યું છે. તેમજ ગુનાહિત ઇતિહાસ ધરાવતા શખ્સોના ઘર પર પોલીસ દ્વારા સરપ્રાઈઝ ચેકીંગ કરવામાં આવ્યું છે. જેમા 50થી વધુ હિસ્ટ્રી શીટરની પૂછપરછ કરી છે. જોકે, ગુનાખોરીને અટકાવવા 4 જેટલા ડ્રોનની મદદથી પણ વિસ્તારમાં શંકાસ્પદ જગ્યાઓ ચેક કરવામાં આવી રહી છે. કોમ્બિંગમાં ડીસીપી સહીત 100થી વધુ પોલીસ કર્મી જોડાયા છે.

આ પણ વાંચો: અમદાવાદ કાગડાપીઠ પોલીસ સ્ટેશનમાંથી આરોપી ફરાર, ઘરફોડ ચોરીના કેસમાં હતો ફરાર