સુરત પોલીસે લોરેન્સ બિશ્નોઈ અને રોહિત ગોદારાના નામે ખંડણી માંગતી ગેંગની કરી ધરપકડ
Surat: સુરત જિલ્લા LCB, SOG અને જિલ્લા પોલીસને મોટી સફળતા મળી છે. લોરેન્સ બિશ્નોઈ અને રોહિત ગોદારાના નામે ખંડણી માંગતી ગેંગની ધરપકડ કરી છે. આ અંગે રાજસ્થાનના કુચામન સીટી પોલીસ મથકમાં ગુનો નોંધાયો હતો. વેપારીઓને કોલ અને વોટ્સ વોઇસ કોલિંગ દ્વારા ધમકી આપી હતી. આરોપીઓએ ધમકી આપી રૂપિયા બે કરોડની ખંડણી માંગવામાં આવી હતી.
મળતી માહિતી અનુસાર લોરેન્સ બિશનોઈ અને રોહિત ગોદારાના નામે ખંડણી માંગતી ગેંગ ઝડપાઈ છે. જોકે, ગેંગ વિરૂદ્ધ રાજસ્થાન કુચામન પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ થયો હતો. રાજસ્થાન કુચામન પોલીસ દ્વારા ગેંગના સભ્યો મુંબઈ તરફ ભાગ્યા હોવાની માહિતી સુરત પોલીસને આપી હતી. આ અંગે માહિતીના આધારે જિલ્લા પોલીસની અલગ અલગ ટીમોએ નાકાબંધી કરી હતી. આ મામલે SOG, LCBની અલગ અલગ ટીમોએ નાકાબંધી અને કોર્ડન કરી આરોપીઓને ઝડપી પાડયા હતા.
આ પણ વાંચો: મહારાષ્ટ્રઃ CM-ડેપ્યુટી CMએ લીધા શપથ, વિપક્ષે શપથ ગ્રહણ સમારોહનો બહિષ્કાર કર્યો
આ ઘટનામાં સફિક ખાન હાકમઅલીખાન,સરફરાઝ ખાન ઉર્ફે વિક્કી અજીજ ખાન નઝિર ખાન, સોયેબ ખાન આબીદ ખાન પઠાણ ,રહીમ ખાન ઈરફાન ખાન પઠાણની ધરપકડ કરી છે. આ ચાર પૈકીનો એક આરોપી સફીક રોહિત ગોદારા ગેંગના સભ્યોના સંપર્કમાં હતો. હાલ હાલ આરોપીઓનો કબજો રાજસ્થાન પોલીસને સોંપવામાં આવ્યો છે.