સુરતમાં નજીવી બાબતે યુવકની હત્યા, બે આરોપીની ધરપકડ
અમિત રૂપાપરા, સુરતઃ ડીંડોલીના મહાદેવ નગરમાં નજીવી બાબતે એક યુવકની હત્યા કરનારા બે યુવકની ડીંડોલી પોલીસે ધરપકડ કરી છે. અંશ ઉર્ફે ગૌરવ નામનો 22 યુવક નશામુક્તિ કેન્દ્રમાંથી ઘરે આવ્યો હતો અને આ યુવકે મોબાઈલ ફોન પર વાત કરતા ઇસમને ગાળો નહીં બોલવાનું કહ્યું હતું. તેમાં રાકેશ ઉર્ફે રિકુ અને કૈલાશ ઉર્ફે કાળુંએ હત્યા કરી પોલીસે હત્યા કરનાર બંનેની ધરપકડ કરી છે.
સુરતના ડીંડોલી વિસ્તારમાં મોડી રાત્રે 22 વર્ષીય અંશ ઉર્ફે ગૌરવ નામની યુવકની નજીવી બાબતે હત્યા કરવામાં આવી છે. મહાદેવ નગર નજીક રહેતા કેટલાક લોકોએ અંશ પર જીવલેણ હુમલો કર્યો હતો. મોબાઈલ ફોન પર ગાળો ન બોલવાની બાબતે અંશ અને અજાણ્યા ઈસમ વચ્ચે ઝગડો થયો હતો. આ ઇસમે અંશને ચપ્પુના ઘા માર્યા હતા તેથી ગંભીર ઇજા થતા અંશને સારવાર માટે હોસ્ટિપલ લઇ જવાયો હતો.
એક મહિના પહેલાં જ અંશ બારડોલીથી સુરત આવ્યો હતો. બારડોલીમાં તે નશામુક્તિ કેન્દ્રમાં દાખલ પણ હતો. જ્યારે કેટલાક લોકોએ અંશ પર જીવલેણ હુમલો કર્યો ત્યારે બૂમાબૂમ થતા સ્થાનિકો તેને બચાવવા માટે આવી પહોંચ્યા હતા. આ બનાવ સંદર્ભે પોલીસે અંશ હત્યા કરનારા રાકેશ અને કૈલાશ નામ યુવકની ધરપકડ કરી છે. પોલીસ દ્વારા હવે તપાસ કરવામાં આવશે કે, રાકેશ અને કૈલાશ સામે અગાઉ કોઈ ગુનાઓ દાખલ થયા છે કે નહીં.