July 5, 2024

સુરત PCBએ ગેરકાયદેસર ગેસ રીફિલિંગ કૌભાંડનો કર્યો પર્દાફાશ

અમિત રૂપાપરા, સુરત: આજે સુરત PCBને મોટી સફળતા ફળી છે. પ્રીવેન્શન ઓફ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા આજે શહેરના લિંબાયત વિસ્તાર માંથી ગેરકાયદેસર ચાલતા ગેસ રીફિલિંગ કૌભાંડનો પર્દાફાશ કર્યો છે.

 

મળતી માહિતી મુજબ, સુરતના લીંબાયત વિસ્તારમાં આવેલ વૃન્દાવન નગરમાં ચાલતા ગેરકાયદેસર ગેસ રીફિલિંગના વેપલાનો પર્દાફાશ કરવામાં આવ્યો છે. બાતમીને આધારે સુરત PCBએ વૃન્દાવન નગરમાં દરોડા પાડયા હતા જેમાં મોત પ્રમાણમાં ગેસ રીફિલિંગનો વેપલો ઝડપી પાડવામાં આવ્યો હતો.

સુરત PCBએ લિંબાયતમાં કનૈયા ગેસ રિપેરિંગની દુકાનમાં દરોડા પાડીને અલગ અલગ કંપનીના 13 ગેસના બાટલા જપ્ત કર્યા છે. તો સાથે સાથે, ગેસ રીફીલિંગનો વજન કાંટો, ગેસ ભરવાનો વાલ્વ સાહિત લાખો રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. તો કનૈયા ગેસ રીપેરીંગ દુકાનની આડમાં ગેરકાયદેસર ગેસ રીફિલિંગ કરતાં આરોપી રવિન્દ્ર યાદવની ધડપકડ કરીને કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે.