January 16, 2025

સુરત પોલીસે 14 બોગસ તબીબોની ધરપકડ, બોગસ ડિગ્રી પણ બનાવી આપતા

સુરતઃ શહેરના ઝોન 4 પોલીસે બોગસ ડોક્ટરની ડિગ્રી મામલે મોટી કાર્યવાહી હાથ ધરી છે. તેમણે 14 જેટલા બોગસ ડોક્ટરને ઝડપી પાડ્યા છે. આ મામલે મુખ્ય આરોપી જાણીતા ડોક્ટર રસેશ ગુજરાતીની પણ ધરપકડ કરી છે.

આ મામલે અમદાવાદના BK રાવતની પણ ધરપકડ કરવામાં આવી હતી. જે બોર્ડ ઓફ હોમિયોપેથીનો ડાઈરેકટર હોવાનું જણાવતો હતો. આ તમામ પાસેથી 1200 જેટલી બોગસ ડિગ્રીના ડેટા પણ મળી આવ્યા હતા. BEHM.COM ગુજરાતની વેબ પોર્ટલ બતાવી રજિસ્ટ્રેશન કરતા હતા. આ ડોક્ટરો એક ડિગ્રીના 70 હજાર વસૂલતા હતા.

તેમાં શોભિત અને ઈરફાન પૈસા ઉઘરાણીનું કામ કરતા હતા. શોભિત ઠાકુરની સુરત ક્રાઇમ બ્રાન્ચે બોગસ જામીન બાબતે ધરપકડ કરી હતી. 8 પાસને પણ રૂપિયાથી ડોક્ટરીની ડિગ્રી આપી દેતા હતા.