સુરત ONGCમાં વોચમેનની ગોળી મારીને હત્યા, બિહારથી 2 આરોપીની ધરપકડ
સુરતઃ ઈચ્છાપોર વિસ્તારમાં ONGCમાં કામ કરતા વોચમેનને ગોળી મારી હત્યા કરવા મામલે ક્રાઈમ બ્રાન્ચે બિહારના શિવાન જિલ્લા ખાતેથી બે આરોપીઓની ધરપકડ કરી છે. બંને આરોપીઓ હત્યા કર્યા બાદ વતન બિહાર શિવાન જતા રહ્યા હતા અને ત્યાંથી પૈસાની વ્યવસ્થા કરી નેપાળ ભાગવાની ફિરાકમાં હતા.
આ બનાવમાં મૃતક રોહિત ગીરી તથા આરોપી વિક્રાંતકુમારની ધરપકડ કરી છે. અગાઉ સુરતમાં પહેલા સાથે રહેતા હતા. તેઓ વચ્ચે પૈસાની લીધી મામલે ઝઘડો પણ થયો હતો. ઝઘડો થયા બાદ આરોપી વિક્રાંત પોતાના વતન બિહાર જતો રહ્યો હતો. પરંતુ તેને મન દુઃખ લાગી આવતા વિક્રાંતે મિત્ર સિદ્ધાર્થને સાથે સુરત આવ્યો હતો.
મૃતક મોહિત શું કરે છે ક્યાં જાય છે તેની સતત બે દિવસ સુધી રેકી કરી હતી. અંતે પકડેલા બંને આરોપીઓએ 2 જાન્યુઆરીના રોજ મોહિત ઉપર ફાયરિંગ કરી હત્યા કરી નાખી હતી. હાલ સમગ્ર મામલે પોલીસે બંને આરોપીની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.