May 20, 2024

આસ્થાના અંગારા: ઓલપાડના સરસ ગામે 4 પેઢીથી અનોખી રીતે ઉજવાય છે હોળી

રિપોર્ટર :કિરણસિંહ ગોહિલ

ગુજરાત: દેશભરમાં હોળીનો તહેવાર ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવે છે. ત્યારે અનેક જગ્યાએ હોળીની ઉજવણી કરવાની અલગ-અલગ પરંપરા હોય છે. આ વચ્ચે ફાગણ સુદ પૂનમના દિવસે જિલ્લા સહીત ઓલપાડ તાલુકાના વિવિધ ગામડાઓમાં કે શેરીઓમાં હોળી પ્રગટાવી પૂજા અર્ચના કરી પ્રદક્ષિણા કરી ઉજવણી કરવામાં આવે છે.પરંતુ ઓલપાડ તાલુકાનું સરસ ગામે અનોખી રીતે અલગ જ રીતે હોળીની ઉજવણી કરવામાં આવે છે વર્ષોથી હોળી દહન બાદ ધગધગતા અંગારા પર બાળકો, યુવાનો અને વૃદ્ધઓ ખુલ્લા પગે ચાલે છે દોડે છે.પણ આજદિન સુધી કોઈ દાઝ્યું નથી. આ પરંપરા વર્ષોથી ગામમાં ચાલી આવી છે. અંગારા પર ચાલતા યુવાનોને જોવા સુરત શહેર સહિત આજુબાજુ વિસ્તારમાંથી હજારોની સંખ્યામાં લોકો ઉમટી પડે છે.

મળતી માહિતી અનુસાર ઓલપાડ તાલુકાના સરસ ગામમાં અનોખી રીતે હોળીની ઉજવણી કરવામાં આવે છે. સરસ ગામે હોળીના દર્શન કરવા લોકોના ટોળાં ભેગા થયા છે. આ ટોળાં ગામના લોકોના નહીં પણ દક્ષિણ ગુજરાતના અલગ અલગ વિસ્તારમાંથી આવે છે. હોળીમાં છેલ્લી ચાપ પેઢીથી સરસ ગામમાં ધગ ધગતા અંગારા પર ચાલવાની પ્રથા છે. જ્યારથી અંગારા પર ચાલવાથી પ્રથા શરૂ થઇ ત્યારથી લઇ આજદિન સુધી કોઈ દાઝયું નથી.

ઓલપાડ તાલુકા ના સરસ ગામે છેલ્લા કેટલા વર્ષોથી ગામમાં હોળીની ઉજવણી કરવામાં આવે સાથે ગામના યુવાનો, વૃદ્ધો ગામના તળાવમાં સ્નાન કરી અને ત્યારબાદ હોળીના દહન બાદ અંગારા અલગ કરી તેના પર ખુલ્લા પગે ચાલે છે . આ જોવા માટે મોટી સંખ્યામાં લોકો દૂર-દૂરથી આવે છે. તમને જણાવી દઇએ કે, હોલિકા દહન કરતા પહેલા ગામના યુવાનો, બાળકો ગામના તળાવમાં સ્નાન કરે છે. પવિત્ર થઈ હોળી દહનની વિધિ કરવામાં આવે છે અને સંપૂર્ણ હોળી દહન થયા બાદ અંગારા ફેલાવવામાં આવે છે અને ગામના બાળકોથી લઇ યુવાનો,વૃદ્ધો ખુલ્લા પગે અંગારા પર ચાલે છે તેમજ દોડ લગાવે છે. આ એક ચમત્કારથી વિશેષ નથી. બાળકો અને યુવાનોને અંગારા પર ચાલતા જોવા મળે છે સુરત શહેર અને ગામડામાંથી લોકો આવે છે. હોળીના દર્શન કરે છે.અને અંગારા પર ચાલતા લોકો ને જોઈ ધન્યતા અનુભવે છે.

વર્ષો જૂની પરંપરાના ભાગરૂપે દર વર્ષની જેમ આ વર્ષે પણ આખુ ગામ રાત્રે હોળિકા દહનની પૂજા અર્ચના કરે છે અમે ભભૂકતી આગ નજીક એકત્રિત થઈ તેના અંગાળાને ખુલ્લી જગ્યા પર અંગારા પાથરવામાં આવે છે. ત્યાર બાદ વર્ષોથી ગામલોકો પોતાની પરંપરા યથાવત રાખતા અંગાળા પર ભક્તો શ્રધ્ધાથી સળગતા અંગાળા પર ચાલે છે. છતા આજ સુધી કોઈ પણ દાઝવાના કે જાનહાનીનિ કોઇ ઘટના સામે આવી નથી.

ઓલપાડના સરસ ગામે સાંજે હોલિકા દહન કરતા પહેલા ગામના યુવાનો,બાળકો ગામના તળાવમાં સ્નાન કરે છે.પવિત્ર થઇ હોળી દહન ની વિધિ કરવામાં આવે છે અને સંપૂણ હોળી દહન થયા બાદ અંગારા ફેલાવવામાં આવે છે અને ગામના બાળકોથી લઇ યુવાનો,વૃદ્ધો ખુલ્લા પગે અંગારા પર ચાલે છે ..દોડ લગાવે છે. આ એક ચમત્કારથી વિશેષ નથી.બાળકો અને યુવાનોને અંગારા પર ચાલતા જોવા મળે છે સુરત શહેર અને ગામડામાંથી લોકો આવે છે .હોળીના દર્શન કરે છે.અને અંગારા પર ચાલતા લોકો ને જોઈ ધન્યતા અનુભવે છે