December 24, 2024

ગૌતમ અદાણીનું જોરદાર કમબેક, ફરીથી 100 અરબ ડોલરની ક્લબમાં સામેલ

gautam adani one more time included in 100 billion dollar club

ગૌતમ અદાણી - ફાઇલ તસવીર

Gautam Adani Net Worth: ભારતીય અરબપતિ ગૌતમ અદાણી માટે 2024નું વર્ષ ખૂબ જ જોરદાર સાબિત થઈ રહ્યું છે. એકબાજુ જ્યાં અદાણી ગ્રુપ પરથી હિડનબર્ગ નામની બલા ટળી ગઈ છે, તો બીજી બાજુ ગૌતમ અદાણીની નેટવર્થમાં પણ મોટા પ્રમાણમાં વધારો જોવા મળ્યો છે.

ફરી એકવાર અદાણી ગ્રુપના ચેરમેન ગૌતમ અદાણી 100 અરબ ડોલર નેટવર્થવાળા અરબપતિઓની લિસ્ટમાં સામેલ થઈ ગયા છે. સંપત્તિમાં આવેલા ઉછાળાને કારણે નેટવર્થ વધીને 101 અરબ ડોલર થઈ ગઈ છે અને અમીરોના લિસ્ટમાં તેઓ આગળ વધ્યા છે.

એક દિવસની કમાણી 22600 કરોડ
બ્લૂમબર્ગ બિલેનિયર્સ ઇન્ડેક્સ પ્રમાણે, અરબપતિ ગૌતમ અદાણીની સંપત્તિમાં એક દિવસમાં જ 2.73 અરબ ડોલર એટલે કે અંદાજે 22600 કરોડ રૂપિયાનો વધારો થયો છે. આ વધારા સાથે જ તેમની નેટવર્થ વધીને 101 અરબ ડોલર થઈ ગઈ છે. આ સંપત્તિ સાથે જ તેઓ અમીરોના લિસ્ટમાં ઉપર આવી ગયા છે. હવે તેઓ દુનિયાના સૌથી અમીર વ્યક્તિઓમાં 12મા સ્થાને પહોંચી ગયા છે.

gautam adani one more time included in 100 billion dollar club
વિશ્વના અરબપતિઓનું લિસ્ટ

મુકેશ અંબાણીથી એક ક્રમ નીચે
સંપત્તિમાં ઝડપી વધારા સાથે ગૌતમ અદાણી અમીરોની લિસ્ટમાં સામેલ બીજા ભારતીય અરબપતિ અને એશિયાના સૌથી અમીર વ્યક્તિ મુકેશ અંબાણીની સંપત્તિથી માત્ર એક ક્રમ નીચે છે. રિલાયન્સ ચેરમેન અંબાણીની કુલ નેટવર્થ 1.1 અરબ ડોલર એટલે કે 9123 કરોડ રૂપિયાથી વધીને હવે 108 અરબ ડોલર થઈ ગઈ છે. જો તફાવતની વાત કરવામાં આવે તો ગૌતમ અદાણી અને મુકેશ અંબાણી વચ્ચે માત્ર 7 અરબ ડોલરનું અંતર રહી ગયું છે.

આ વર્ષે કમાણીમાં નંબર 2 પર
ગૌતમ અદાણીએ ગયા વર્ષે હિન્ડનબર્ગની એક રિસર્ચ રિપોર્ટ પબ્લિશ થયા પછી મોટા ફટકાનો સામનો કર્યો હતો અને તેમની સંપત્તિમાં 60 અરબ ડોલરનો ઘટાડો જોવા મળ્યો હતો. હવે તેમણે જોરદાર કમબેક કર્યું છે અને તેનો અંદાજો એ વાતથી લગાવી શકાય છે કે, વર્ષ 2024ની શરૂઆતના એક મહિનામાં જ તેઓ અરબપતિઓની કમાણીને ધ્યાને રાખતા તેઓ બીજા નંબરે પહોંચી ગયા છે. તેમણે આ વર્ષે અત્યાર સુધીમાં 16.4 અરબ ડોલરની કમાણી કરી છે. જ્યારે સૌથી વધુ નેટવર્થ બનાવનારા અરબપતિઓમાં ફેસબુક ફાઉન્ડર માર્ક ઝુકરબર્ગ છે. માર્ક ઝુકરબર્ગની નેટવર્થમાં 40.5 અરબ ડોલરનો ઉછાળો આવ્યો છે.

દુનિયાના ટોપ 10 અરબપતિ
હવે દુનિયાના સૌથી અમીર લોકોની વાત કરવામાં આવે તો લિસ્ટમાં 205 અરબ ડોલરની નેટવર્થ સાથે એલન મસ્ક નંબર 1 પર બેઠાં છે. ત્યારે બીજા સૌથી અમીર વ્યક્તિ અમેઝોનના જેફ બેજોઝ છે, તેમની નેટવર્થ 196 કરોડ રૂપિયા છે. તો ફ્રાંસીસી અરબપતિ બર્નાડ અર્નાલ્ટ 186 અરબ ડોલરની સંપત્તિ સાથે દુનિયાના ત્રીજા સૌથી અમીર વ્યક્તિ છે.

માર્ક ઝુકરબર્ગ 169 અરબ ડોલરની સંપત્તિ સાથે ચોથા સ્થાને, બિલ ગેટ્સ 146 અરબ ડોલર સાથે પાંચમા સ્થાને, સ્ટીવ બાલ્મર 143 અરબ ડોલર સાથે છઠ્ઠા અને વોરન બફેટ 132 અરબ ડોલર સાથે સાતમા સ્થાને સૌથી અમીર વ્યક્તિઓની લિસ્ટમાં સામેલ છે. તો આઠમા સ્થાને 131 અરબ ડોલર સાથએ લેરી પેજ, જ્યારે નવમા અને દશમા સ્થાને ક્રમશઃ લેરી એલિસન જેમની સંપત્તિ 131 અરબ ડોલર છે અને સર્ગ્રેઈ બ્રિન જેમની સંપત્તિ 125 અરબ ડોલર છે.