December 28, 2024

સુરત: 40થી વધુ મુસાફરોને લઈ જતી બસનો અકસ્માત, એકનું મોત 17થી વધુ ઈજાગ્રસ્ત

Surat: રાજ્યમાં અવારનવાર અકસ્માતની ઘટનાઓ સામે આવતી રહે છે. ત્યારે આવી જ એક વધુ ઘટના સુરતમાંથી સામે આવી છે. સુરતના નેશનલ હાઇવે 48 પર કોસંબા પાસે બસ અકસ્માતની ઘટના સામે આવી છે. જેમા સારવાર દરમિયાન એક મુસાફરનું મોત નીપજ્યું છે.

મળતી માહિતી અનુસાર વહેલી સવારે સુરતના નેશનલ હાઈવે પર અકસ્માતની ઘટનામાં 17થી વધુ મુસાફરો ઈજાગ્રસ્ત થયા છે. જેમા સંદીપ રામદાસ બાવીસકર નામના 45 વર્ષીય યુવકનું મોત નીપજ્યું છે. નોંઘનીય છે કે, બસમાં 40થી વધુ મુસાફરો સવાર હતા. વહેલી સવારે ચાલકને ઝોકું આવી જતા આ અકસ્માત સર્જાયો હતો. જોકે, હાલ ઇજાગ્રસ્તોને જિલ્લાની અને શહેર ની અલગ અલગ હોસ્પિટલ માં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે.