December 29, 2024

મૌલાના કેસમાં વધુ એક આરોપીની ધરપકડ, મહારાષ્ટ્રના નાંદેડથી ક્રાઇમ બ્રાન્ચે ઝડપ્યો

સુરતઃ મૌલાના કેસ મામલે વધુ એક આરોપી ઝડપાયો છે. મૌલાનાની પૂછપરછ બાદ નેપાળ કનેક્શન ખુલ્લા બાદ વધુ એક આરોપી ઝડપાયો છે. આરોપીની બિહારથી ધરપકડ કરવામાં આવી હતી. આ કેસમાં વધુ એક આરોપીની પોલીસે ધરપકડ કરી છે. શકીલ સતાર શેખ નામના વધુ એક આરોપીની સુરત ક્રાઈમ બ્રાન્ચે ધરપકડ કરી છે. આરોપીને મહારાષ્ટ્રના નાંદેડથી ઝડપી પાડી સુરત લાવવા તજવીજ હાથ ધરવામાં આવી છે. મોડી રાત્રે આરોપીને લઈને સુરત ક્રાઈમ બ્રાન્ચ પહોંચશે.

નેપાળથી પણ એક આરોપી ઝડપાયો
હિંદુ નેતાઓની હત્યાના ષડ્યંત્રમાં ઝડપાયેલા મૌલવી કેસમાં વધુ એક આરોપીની ધરપકડ કરવામાં આવી છે. નેપાળ બોર્ડરથી શહેનાઝ ઉર્ફે મોહમ્મદ અલી ઉર્ફે મોહમ્મદ સાબીરને ઝડપી પાડવામાં આવ્યો છે. આરોપીની ધરપકડ બાદ દિલ્હી ફ્લાઇટથી સુરત લાવવામાં આવ્યો હતો. ત્યારબાદ ક્રાઇમ બ્રાન્ચે આરોપીને સુરત કોર્ટમાં રજૂ કર્યો હતો. ત્યારબાદ પૂછપરછ કરીને તેના રિમાન્ડ મેળવવાની તજવીજ હાથ ધરવામાં આવી હતી. ઉલ્લેખનીય છે કે, આરોપીની પૂછપરછમાં મોટા ખુલાસા થાય તેવી શક્યતા છે. રિમાન્ડ દરમિયાન મોટા માથાઓના નામ સામે આવે તેવી શક્યતા છે.

આ પણ વાંચોઃ પીટી જાડેજાની વાયરલ ઓડિયો અંગે સ્પષ્ટતા, કહ્યુ – સાયબર ક્રાઇમમાં ફરિયાદ કરીશ

મૌલવીનો વધુ એક વીડિયો વાયરલ થયો હતો
આ વીડિયોમાં મૌલવીએ કહ્યું છે કે, ‘હજુ અમે જેહાદ શરૂ કર્યું નથી. જેહાદ પહેલાંના સમયમાં થતા હતા અને તમે લોકો આવો હાલાત ઉભો કરશો તો જેહાદ આજે પણ થશે. જે દિવસે જેહાદ થશે ત્યારે મુસલમાન સરબુલંદ રહેશે અને મુસલમાન સાથે અલ્લાહ રહેશે. આજે જો જંગના હાલત ઉભા થશે તો મુસલમાન લડવા માટે તૈયાર છે, એક વાત ભૂલી જજો કે મુસલમાન હિંદુઓથી ડરે છે. મુસલમાન જો કરવા ઈચ્છે તો નાનામાં નાનો બાળક પણ તમને ટપકાવી દેશે. મૌલાનાએ એવું પણ જણાવ્યું હતું કે, લડવું હોય તો કાફિરો સાથે લડો તેનું ગળું પણ કાપી નાંખો. અલ્લાહે પણ કહ્યું છે કે, તમે કાફિરોની ખોપડી ઉડાવો તો જન્નત મળશે.’

આ પણ વાંચોઃ ડાંગમાં કરા સાથે વરસાદ, દાહોદના વાતાવરણમાં પલટો

મૌલવીની પૂછપરછમાં મોટા ખુલાસા થાય તેવી શક્યતા
સુરતના હિન્દુ નેતા ઉપદેશ રાણાની હત્યાના કાવતરા મામલે ક્રાઈમ બ્રાન્ચે સોહેલ અબુબકર નામના મૌલવીની ધરપકડ કરી છે. ત્યારે આ મૌલવીની પૂછપરછમાં નવા નવા ખુલાસાઓ પણ થઈ રહ્યા છે. તપાસ એજન્સીની એક ટીમ નેપાળ પણ તપાસ કરવા માટે રવાના થઈ ગઈ છે. આ ઉપરાંત વિદેશી કનેક્શનને લઈને ઇન્ટરનેશનલ કોલ ડિટેઇલ્સ પણ પોલીસ મેળવી રહી છે. ત્યારે મૌલવીનો વધુ એક જેહાદી માનસિકતા ધરાવતો વીડિયો હાલ વાયરલ થયો છે. આ વીડિયો 2018નો હોવાનું કહેવામાં આવી રહ્યું છે.