December 23, 2024

વડોદરા બાદ સુરતમાં સામુહિક દુષ્કર્મ, ત્રણ જણાંએ સગીરાને પીંખી નાંખી

સુરતઃ વડોદરામાં સામુહિક દુષ્કર્મના પડઘા હજુ સમ્યાં નથી, ત્યાં વધુ એક આવી ઘટના બની છે. ગુજરાતમાં દીકરીઓ હવે ખરેખર સુરક્ષિત છે? આ સૌથી મોટો સવાલ થયો છે. સુરતના ગ્રામ્ય વિસ્તારમાં માંગરોળના મોટા બોરસરા ગામે સામુહિક દુષ્કર્મની ઘટના બની છે.

મળતી માહિતી પ્રમાણે, મોડી રાતે સગીરા સાથે સામુહિક દુષ્કર્મની ઘટના બની છે. સગીરા તેના મિત્ર સાથે અવાવરું જગ્યાએ આવી હતી. ત્યારે ત્રણ અજાણ્યા ઇસમો આવ્યા હતા અને સગીરાના મિત્રને મારીને ભગાડી દીધો હતો. ત્યારે મિત્રને ભગાડ્યા બાદ ત્રણેયએ સગીરા પર દુષ્કર્મ આચર્યું હતું.

આ ઘટનાની જાણ થતાં જ ઉચ્ચ અધિકારીઓ સહિતનો પોલીસ કાફલો ઘટનાસ્થળે પહોંચ્યો હતો. ત્યારે ડોગ સ્ક્વોડની મદદથી આરોપીની શોધખોળ શરૂ કરી હતી.