December 28, 2024

સુરતનાં લંપટ શિક્ષકની ધરપકડ, પૈસા આપવાનું કહી વિદ્યાર્થિની પાસે અભદ્ર માગણી કરી

સુરતઃ શહેરના લિંબાયત વિસ્તારમાં શિક્ષણ જગતને શર્મશાર કરતો કિસ્સો સામે આવ્યો છે. શિક્ષકે એક વિદ્યાર્થિની પાસે અભદ્ર માગણી કરતા ચકચાર મચી ગઈ છે. ત્યારે આ મામલે વિદ્યાર્થિનીએ લિંબાયત પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. જ્યારે પોલીસે ગણતરીના કલાકોમાં જ લંપટ શિક્ષકને ઝડપી પાડ્યો છે અને આગળની કાર્યવાહી હાથ ધરી છે.

મળતી માહિતી પ્રમાણે, લિંબાયત વિસ્તારમાં શિક્ષકે વિદ્યાર્થિની પાસે અભદ્ર માગણી કરી હતી. શિક્ષકે વિદ્યાર્થિનીને વોટ્સએપ પર મેસેજ કર્યા હતા. જેમાં લખ્યુ હતુ કે, ‘તને જે ગમે તે કરજે, બટ મને આપ’ લંપટ શિક્ષકના ગંદા ઇરાદાથી વાકેફ થતા વિદ્યાર્થિનીએ શિક્ષક સામે ફરિયાદ કરી હતી.

નીલગીર વિસ્તારમાં આવેલી ખાનગી શાળાના ધોરણ 11માં વિદ્યાર્થિની અભ્યાસ કરે છે. આ જ સ્કૂલમાં ભણાવી રહેલા શિક્ષક વત્સલ રાઠોડે વિદ્યાર્થિની પાસે જાતીય સુખની માગણી કરી હતી. ત્યારે આ સમગ્ર મામલે તેની સામે ગુનો નોંધવામાં આવ્યો છે અને પોલીસે ગણતરીના કલાકોમાં જ આરોપી લંપટ શિક્ષકને ઝડપી પાડ્યો છે. હાલ પોલીસે કાયદેસરની કાર્યવાહી કરી આગળની તપાસ હાથ ધરી છે.