October 6, 2024

સુરતમાં કિમ-ઓલપાડ હાઇવે પર સ્કૂલવાન પલટી, 6 વિદ્યાર્થીઓ ઇજાગ્રસ્ત

સુરતઃ સ્કૂલવાનમાં બાળકોને ઘેટાં-બકરાંની જેમ ભરવામાં આવતા હોય છે. ત્યારે બાળકોની સેફ્ટી લઈને કોઈપણ પ્રકારનું ધ્યાન રાખવામાં આવતું નથી. પહેલા વડોદરામાં ચાલુ વાનમાંથી બે વિદ્યાર્થિનીઓ રોડ પર પટકાઈ હતી. તો હવે સુરતમાં સ્કૂલવાન પલટી ખાઈ ગઈ છે. ઉલ્લેખનીય છે કે, સતત 17 દિવસમાં બીજીવાર આવી ઘટના બની છે.

ત્યારે વધુ એક આવી ઘટના સામે આવી છે. સુરત શહેરના કિમ-ઓલપાડ હાઇવે પર સ્કૂલવાન પલટી હોવાની ઘટના બની છે. આ સ્કૂલવાનમાં 9 બાળકો સવાર હતા. તેમાંથી 6 બાળકો ઇજાગ્રસ્ત થયા છે. મળતી માહિતી પ્રમાણે, આ ઘટના મુળદ પાટીના નજીક બની હતી.

આ પહેલાં વડોદરામાં આવી ઘટના બની હતી
વડોદરા શહેરમાં થોડા દિવસો પહેલાં આવી જ એક ઘટના બની હતી. જેમાં શાળાએ બાળકોને લઈ જતી વાનનો પાછળનો દરવાજો ખૂલી જતા બે વિદ્યાર્થિનીઓ રોડ પર પટકાઈ હતી. બંને ઇજાગ્રસ્ત વિદ્યાર્થિનીઓને તાત્કાલિક રહીશોએ બચાવી લીધી હતી. ત્યારે આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયામાં ખૂબ વાયરલ થયો હતો.