January 2, 2025

કીમ-કોસંબામાં ટ્રેન ઉથલાવવાનો મામલો, 3 આરોપીના 7 દિવસના રિમાન્ડ મંજૂર

સુરતઃ થોડા દિવસ પહેલાં કીમ-કોસંબા વચ્ચે ટ્રેન ઉથલાવાનો પ્રયાસ થયો હતો. ત્યારે આ મામલે સુરત ગ્રામ્ય પોલીસે 3 આરોપીઓને ઝડપી પાડ્યા હતા. ત્યારબાદ આજે તેમને ઓલપાડ કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા.

પોલીસે કોર્ટમાં આરોપીઓને રજૂ કરી 14 દિવસના રિમાન્ડની માગણી કરી હતી. 3 આરોપીઓ સુભાષ પોદ્દાર, મનીષ મિસ્ત્રી અને શુભમ જયસ્વાલને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા. ત્યારે કોર્ટે ત્રણેય આરોપીઓના 7 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે.

કીમ-કોસંબા વચ્ચે ટ્રેન ઉથલાવવાના કાવતરામાં રેલવે કર્મચારીઓની સંડોવણી બહાર આવી હતી. દેશમાં હીરો બનવા અને નાઇટ ડ્યુટી લંબાવવા રેલવેના જ 3 કર્મચારીઓનું કૃત્ય હતું. પોતે સતર્ક હોવાનો તંત્રને કોલ કરી વાહવાહી લેવા એવોર્ડ મેળવવા આ પ્રકારનું કામ કર્યું હતું. ગેંગમેન સુભાષ પોદ્દાર આ ઘટનાનો મુખ્ય સૂત્રધાર હતો. મોબાઈલમાં મળેલા વીડિઓ-ફોટાઓને આધારે કાવતરાખોરોનો ભાંડો ફૂટ્યો હતો.