સુરતના ખટોદરા રેપ વિથ છેતરપિંડી કેસમાં વધુ એક આરોપીની ધરપકડ

સુરતઃ શહેરના ખટોદરા વિસ્તારમાંથી રેપ વિથ છેતરપિંડી મામલે 2024માં મહિલા ફરિયાદીએ ગુનો નોંધાવ્યો હતો. ત્યારે આ મામલે પોલીસે આરોપી ઉદય હેમંત નવસારીવાલાની ધરપકડ કરી છે અને તેની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
ફરિયાદ પ્રમાણે, આરોપી અને ફરિયાદી સાથે અભ્યાસ કરતા હતા. બંને પરિણીત હતા. ત્યારે ફરિયાદીને લગ્નની લાલચ આપી આરોપીએ રૂપિયા અને દાગીના પડાવ્યા હતા. આરોપીએ ફરિયાદીને પતિ સાથે છૂટાછેડા લેવાનું જણાવીને દગો આપ્યો હતો. ત્યારે આરોપીએ ફરિયાદ સાથે 2 કરોડ રૂપિયાની છેતરપિંડી આચરી હતી.
આરોપી ઉદયે મિત્ર વીતરાગ સાથે મળીને ફરિયાદી સાથે છેતરપિંડી આચરવાનો પ્લાન ઘડ્યો હતો. અગાઉ પોલીસે આ મામલે આરોપી વીતરાગની ધરપકડ કરી હતી. ત્યારે હવે અન્ય આરોપી ઉદય નવસારીવાલા ધરપકડ કરવામાં આવી છે.