December 19, 2024

સુરતમાં 3 બોગસ તબીબોએ શરૂ કરી હોસ્પિટલ, ત્રણેયની અટકાયત

સુરતઃ શહેરમાં બોગસ તબીબોએ હોસ્પિટલ શરૂ કરી હતી. પાંડેસરા વિસ્તારમાં આવેલી કર્મયોગી સોસાયટીમાં નકલી હોસ્પિટલ ખોલવામાં આવી હતી. જીવન સેવા મલ્ટિ સ્પેશિયાલિટી હોસ્પિટલના નામે શરૂ કરી હતી.

આ આખી હોસ્પિટલ પતરાના શેડ પર ચાલતી હતી. હોસ્પિટલમાં ફાયર સેફ્ટીનો પણ અભાવ છે. એસઓજીએ બબલુ શુક્લા નામના વ્યક્તિ સામે બોગસ પ્રેક્ટિસ કરતો હોવાનો ગુનો દાખલ કર્યો છે. રાજારામ દુબે સામે પાંડેસરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ હતી. હોસ્પિટલમાં ફરજ બજાવતા ડોક્ટર બબલુ શુક્લા, રાજારામ દુબે અને જીપી મિશ્રા અગાઉ પોલીસના હાથે ઝડપાઈ ચુક્યા છે.

આ પણ વાંચોઃ રાજકોટના ડેપ્યૂટી મેયર સહિત તેમના ભાઈ પર હુમલો, સન્ની પાજીની અટકાયત

ઉલ્લેખનીય છે કે, આરોપી જીપી મિશ્રા તો અગાઉ દારૂની હેરાફેરીના કેસમાં ઝડપાયો હતો. હોસ્પિટલના સંચાલકો અને ડોક્ટરોએ મીડિયા સાથે પણ દાદાગીરી કરી હતી.

આ પણ વાંચોઃ ધારપુર મેડિકલ કોલેજમાં રેગિંગ મામલે 15 વિદ્યાર્થીઓ સસ્પેન્ડ, તમામ સામે પોલીસ ફરિયાદ

પોલીસે ત્રણેય બોગસ ડોક્ટરોની અટકાયત કરી છે. આ ઉપરાંત મનપાના ફાયર વિભાગ દ્વારા પણ હોસ્પિટલમાં તપાસ કરવામાં આવી છે. હોસ્પિટલમાં ફાયર સેફ્ટીનો અભાવ જોવા મળ્યો છે. ફાયર સેફ્ટીના કનેક્શનનું જોડાણ મોટર સાથે આપવામાં આવ્યું ન હતું. જરૂરિયાત મુજબ ફાયર એક્સટિંન્ગ્યૂઝર પણ લગાવવામાં આવ્યા નથી. ફાયર સેફટીનું જોડાણ મોટર સાથે આપવાનું હોય તે મોટરને પણ ઇલેક્ટ્રીક સપ્લાય નથી આપવામાં આવ્યો.