સુરતના કાપોદ્રામાં ભૂવાનું તાંત્રિક વિધિના નામે પરિણીતા પર દુષ્કર્મ, આરોપીની ધરપકડ

સુરતઃ શહેરમાં અવારનવાર દુષ્કર્મની ઘટના સામે આવતી હોય છે. ત્યારે કાપોદ્રા વિસ્તારમાં ભૂવાએ તાંત્રિક વિધિ કરવાના બહાને દુષ્કર્મ આચર્યું હોવાનું સામે આવ્યું છે. ત્યારે પરિણીતાએ આ મામલે કાપોદ્રા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી અને પોલીસે આરોપી ભૂવાની ધરપકડ કરી છે.
મળતી માહિતી પ્રમાણે, કાપોદ્રા પોલીસે ભરત કડવા કુંજડિયા નામના ભૂવાની ધરપકડ કરી છે. 19 જાન્યુઆરીએ ભૂવો ભરત સુરત આવ્યો હતો અને પરિણીતાના ઘરે રોકાયો હતો. ભૂવાએ દંપતીને અન્ય રૂમમાં બેસાડ્યા હતા. ત્યારબાદ રૂમમાં અંધારૂ કરી દીધું હતું અને દીવો સળગાવી મંત્રો બોલવા લાગ્યો હતો. બાદમાં પરિણીતાના આંખ પર રૂદ્રાક્ષ અડાડતા તે ભૂવાના વશમાં આવી ગઈ હતી.
ત્યારે ભૂવાએ દંપતીને નિર્વસ્ત્ર થવાનું કહ્યા બાદ અશ્લીલ હરકતો કરી હતી. બાદમાં ભૂવાએ મહિલાના પતિને બહાર મોકલી દીધો હતો. મહિલા સાથે અશ્લીલ હરકતો બાદ ભૂવાએ બળજબરીથી દુષ્કર્મ આચર્યું હતું.