સુરતમાં પ્રેમીએ ઉશ્કેરાઇને પ્રેમિકાના ગુપ્ત ભાગે ચપ્પાના ઘા માર્યા
સુરતઃ શહેરમાં વધુ એક વાર ગ્રીષ્મા હત્યાકાંડ જેવી ઘટના બનતા રહી ગઈ છે. સુરતના જહાંગીરપુરા વિસ્તારમાં પ્રેમીએ તેની પ્રેમિકા પર જીવલેણ હુમલો કર્યો હતો. ત્યારે આ મામલે પોલીસે ફરીયાદ નોંધી આરોપી પ્રેમી પ્રતિક પટેલની ધરપકડ કરી છે.
મળતી માહિતી પ્રમાણે, સુરતના જહાંગીરપુરા વિસ્તારમાં એક પ્રેમીએ તેની પ્રેમિકા પર જીવલેણ હુમલો કરતા દોડધામ મચી ગઈ હતી. પ્રેમિકાએ લગ્ન કરવાની ના પાડતા પ્રેમી ઉશ્કેરાઈ ગયો હતો અને તેની પર હુમલો કર્યો હતો.
પ્રેમીએ આવેશમાં આવીને પ્રેમિકાના ગુપ્ત ભાગ પર ચપ્પુના ચાર ઘા માર્યા હતા. ત્યારે આ દરમિયાન પ્રેમિકાની માતા દીકરીને બચાવવા માટે વચ્ચે પડી હતી. તેને પણ પ્રેમીએ ચપ્પુનો ઘા માર્યો હતો.
ત્યારે આ સમગ્ર મામલે યુવતીએ જહાંગીરપુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી અને તેને આધારે પોલીસે કાર્યવાહી હાથ ધરી હતી. આ મામલે પોલીસે ગણતરીના કલાકોમાં જ આરોપી પ્રતિક પટેલની ધરપકડ કરી હતી અને આગળની કાર્યવાહી હાથ ધરી હતી.