December 17, 2024

શિક્ષણ અધિકારીનો નવતર પ્રયોગ, અરજદારો માટે ઉભી કરી ઇ-લાયબ્રેરી

Surat innovative experiment of education officer e-library created for applicants

અમિત રુપાપરા, સુરતઃ જિલ્લા શિક્ષણ અધિકારી દ્વારા એક નવતર પ્રયોગ હાથ ધરવામાં આવ્યો છે. શિક્ષણ અધિકારીની મુલાકાતે આવતા મુલાકાતથી અને અરજદારો વેઇટિંગના સમયનો સદ્ઉપયોગ કરી શકે અને સારું નોલેજ મેળવી શકે એટલા માટે શિક્ષણ અધિકારીની ઓફિસમાં જ 61 બુકની ઇ-લાઇબ્રેરી ઊભી કરવામાં આવી છે. એટલે કે અધિકારીની ઓફિસની સામે જ 61 અલગ અલગ બુકના ક્યૂઆર કોડ લગાવવામાં આવ્યા છે. લોકો આ કોઈ પણ બુકનો ક્યૂઆર કોડ સ્કેન કરીને મોબાઈલમાં સમગ્ર બુક વાંચી શકે છે અને સારું નોલેજ મેળવી શકે છે.

સુરત જિલ્લા શિક્ષણ અધિકારીએ એક નવતર પ્રયોગ હાથ ધર્યો છે. વર્તમાન સમયમાં લોકો મોબાઈલનો ઉપયોગ વધારે પ્રમાણમાં કરતા હોય છે અને મોબાઈલના ઉપયોગના કારણે લોકો પુસ્તકનું વાંચન કરતાં ખૂબ જ ઓછા થયા છે. ત્યારે લોકો સારા સારા પુસ્તકોનું વાંચન કરી શકે તે હેતુથી સુરત જિલ્લા શિક્ષણ અધિકારીની કચેરીમાં 61 અલગ અલગ પુસ્તકોની ડિજિટલ લાઈબ્રેરી ઉભી કરવામાં આવી છે. એટલે કે જિલ્લા શિક્ષણ અધિકારીની ઓફિસની સામે જ 61 બુકના ક્યૂઆર કોડવાળું એક બોર્ડ લગાવવામાં આવ્યું છે. જેમાં અરજદાર આ 61 બુકમાંથી કોઈપણ પસંદગીની બુકનો ક્યૂઆર કોડ મોબાઇલની મદદથી સ્કેન કરીને આખી બુક વાંચી શકે છે.

આ પણ વાંચોઃ રાજનીતિના બે વિરોધી ધુરંધરો મળ્યા ‘ને કેન્દ્રમાં પહેલીવાર NDAની સરકાર બની

જિલ્લા શિક્ષણ અધિકારી દ્વારા આ નવતર પ્રયોગ એટલા માટે કરવામાં આવ્યો છે કે, લોકો શિક્ષણ અધિકારીની કચેરીમાં આરટીઇ તથા અન્ય કામોને લઈને અધિકારીની મુલાકાતે જતા હોય છે. ઘણી વખત અરજદારને એક કે બે કલાક સુધી વેઇટિંગ પણ કરવું પડતું હોય છે. ત્યારે આ સમયનો સદ્ઉપયોગ અરજદારો કરી શકે અને અરજદારોને કંઈકને કંઈક સારું નોલેજ મળી શકે તે માટે આ ઈ-લાઈબ્રેરી શિક્ષણ અધિકારીની કચેરીમાં જ ઊભી કરી દેવામાં આવી છે.

આ પણ વાંચોઃ મોદી વડાપ્રધાન બન્યા તો આ બધું બદલાશે, જાણો 10 મહત્વના મુદ્દા

આ પોસ્ટર શિક્ષણ અધિકારીની કચેરીમાં લગાવવામાં આવ્યું છે. તેમાં 61 પુસ્તકોના ક્યૂઆર કોડ લગાવવામાં આવ્યા છે અને અરજદાર જે પણ પ્રકારનું પુસ્તક આ 61 કોડમાંથી વાંચવા માંગતા હોય તેને સ્કેન કરીને સમગ્ર બુક પોતાના મોબાઈલ પરથી જ વાંચી શકે છે. એટલે કે હવે અરજદારને પણ જો બુક વાંચવાનો શોખ હોય તો તેને બુકની હાર્ડ કોપી લઈ જવાની જરૂર નથી. માત્ર આ ક્યૂઆર સ્કેનવાળા બોર્ડનો એક ફોટો લઈ જે પણ બુક વાંચવી હોય તે ક્યૂઆર કોડને સ્કેન કરીને તે ગમે તે સમયે અને ગમે તે જગ્યા પર પોતાની મનપસંદ બુક વાંચી શકે છે.