January 18, 2025

Suratમાં તથ્યકાંડ! હોન્ડા સિટીના ચાલકે 6 લોકોને ફંગોળ્યા, 2નાં મોત

Surat Accident News: અમદાવાદના તથ્યકાંડ કેસને હજી લોકો ભૂલી શક્યા નથી ત્યાં સુરતમાં તથ્યકાંડ જેવો અકસ્માત સર્જાયો હોવાની ઘટના સામે આવી છે. સુરતમાં હોન્ડા સિટીના ચાલકે 6 લોકોને ઉડાવી દીધા છે. કાર ચાલક ફુલ સ્પીડમાં કાર ચલાવી રહ્યો હતો જેણે રિંગ રોડની સાઇડમાં બેઠેલા લોકોને ઉડાવી દીધા હતા. આ અકસ્માતમાં મામા-ભાણેજનું મોત નીપજ્યું હતું. આ સિવાય કાર ચાલકે 4 ટૂ-વ્હીલરોને પણ અડફેટે લીધા હતા.

મળતી માહિતી અનુસાર સુરતમાં ગત મોડી રાતે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. જેમાં ફુલ સ્પીડે આવ રહેલા હોન્ડા સીટીના કાર ચાલકે સ્ટિયરીંગ પરથી કાબૂ ગુમાવતા 6 લોકોને ઉડાવી દીધા હતા.જેમા મામ-ભાણેજનું મોત નીપજ્યું હતું. જ્યારે અન્ય લોકોને ઈજા પહોંચી હતી. આ મામલે ઉત્રાણ પોલીસે કાર ચાલક જીજ્ઞેશ ગોહિલની ધરપકડ કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે. તેમજ આરોપી નશાની હાલતમાં હોવાનું પણ સામે આવ્યું છે.

આ પણ વાંચો: રાજકોટ અગ્નિકાંડમાં મોટો ખુલાસો, ગેમઝોનમાં રેઝીનનો 1500 લિટર જથ્થો હોવાનું ખુલ્યું

ઉલ્લેખનીય છે કે જ્યારે આ અકસ્માતમાં ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયેલાઓને વરાછા વિસ્તારમાં આવેલી ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. ઘટનાની જાણ થતા ઉતરણ પોલીસ દ્વારા આ કારચાલકની ધરપકડ કરી લેવામાં આવી છે. હાલ તો અકસ્માતે મોતનો ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.