December 28, 2024

સમૂહ લગ્નમાં હર્ષ સંઘવીએ નવદંપતિઓને આપ્યાં આશીર્વાદ

સુરત: સુરતના અલથાણ ખાતે શ્રી બાવન બાવીસ કડવા પાટીદાર સમાજ પ્રગતિ મંડળ ૮માં સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમા હર્ષ સંઘવી ઉપસ્થિત રહ્યા હતા. જ્યા તેમણે દંપતિઓને આશીર્વાદ આપી શુભેચ્છા પાઠવી હતી. તેમણે એવું પણ જણાવ્યું હતું કે સમૂહલગ્ન જેવા સામાજિક અને શુભ પ્રકલ્પોમાં સમાજની સંવેદના અને ઉદાત્ત ભાવનાના દર્શન થાય છે.

મળતી માહિતી અનુસાર હર્ષ સંઘવીએ સુરતના અલથાણ ખાતે શ્રી બાવન બાવીસ કડવા પાટીદાર સમાજ પ્રગતિ મંડળ દ્વારા આયોજિત ૮મા સમૂહ લગ્ન સમારોહમાં ઉપસ્થિત રહ્યા હતા અને પ્રભુતામાં પગલાં પાડી રહેલા નવ દંપતિઓને આશીર્વાદ આપીને સુખી, પ્રસન્ન અને ઉન્નતજીવન માટે શુભકામનાઓ પાઠવી હતી.

આ સિવાય તેમણે જણાવ્યું હતું કે, સમૂહલગ્ન જેવા સામાજિક અને શુભ પ્રકલ્પોમાં સમાજની સંવેદના અને ઉદાત્ત ભાવનાના દર્શન થાય છે