સુરતમાં સામુહિક દુષ્કર્મની ઘટના, પરિણીતા પર પતિ-જેઠ સહિત ચાર લોકોએ આચર્યું દુષ્કર્મ

સુરતઃ શહેરના ગોડાદરા વિસ્તારમાં ગેંગરેપની ઘટના સામે આવી છે. ચાર લોકોએ પરિણીતા પર દુષ્કર્મ ગુજાર્યું છે. ત્યારે પરિણીતાએ આ મામલે ગોડાદરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.
મળતી માહિતી પ્રમાણે, પરિણીતાએ પતિ, જેઠ, કાકા સસરા અને ફુવા સસરા પર ગંભીર આરોપ લગાવ્યા છે. પરિણીતાના 6 મહિના પહેલાં જ લગ્ન થયા હતા. જ્યાં પતિ સહિત ચારેય લોકોએ સામુહિક દુષ્કર્મ ગુજાર્યું હોવાની ફરિયાદ નોંધાવી છે. વર્ષ 2024માં આ ઘટના બની હતી. ત્યારે પરિણીત યુવતીએ મહારાષ્ટ્રમાં જઈને ફરિયાદ નોંધાવી હતી.
ઝીરો નંબરથી ફરિયાદ સુરત પોલીસને ટ્રાન્સફર કરવામાં આવી છે અને સમગ્ર મામલે પોલીસે કાર્યવાહી હાથ ધરી છે. પતિ જીતુ ચિમનારામ ભાટી, જેઠ રાજુ ચિમનારામ ભાટી, કાકા સસરા માણિકચંદ બોરાણા અને ફુવા સસરા ભૈરારામ ભાટી વિરુદ્ધ ફરિયાદ દાખલ કરવામાં આવી છે. પોલીસે આ મામલે પરિણીતાને ફરિયાદને આધારે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.