સુરત: હજીરામાં AM/NS કંપનીમાં લાગી ભીષણ આગ, 5 લોકોના મોતની આશંકા
અમિત રૂપાપરા, સુરત: સુરત જિલ્લાના હજીરામાં ખાનગી કંપનીમાં આગ લાગી. હજીરામાં આવેલી AM/NS કંપનીના પ્લાન્ટમાં આગ લાગતા 5 મજૂરોના મોત થયાની આશંકા છે અને અન્ય કેટલાક મજૂરો ઈજાગ્રસ્ત થયા છે. પ્રાપ્ત માહિતી અનુસાર, મોડી સાંજે AM/NS કંપનીના કોરેક્સ-2 પ્લાન્ટમાં એક ચિમનીમાં આગ લાગી હતી. જેમાં 4 ટેકનિશિયન અને 1 કર્મચારી સહિત 5 લોકોના મોત થયાની આશંકા છે. આ ઘટનામાં મૃત્યુઆંક વધવાની શક્યતા છે. હાલ ફાયર વિભાગે આગ પર કાબુ મેળવવાની કામગીરી શરૂ કરી છે. આગની ઘટનાઓને લઈ કંપની દ્વારા માહિતી છુપાઈ રહ્યા હોવાની આશંકા.