December 28, 2024

સુરતમાં રોગચાળાએ વધુ બે લોકોનો ભોગ લીધો, લાખો ઘરોમાં ચેકિંગ

સુરતઃ શહેરમાં ચોમાસાની ઋતુમાં રોગચાળાએ માથું ઊંચક્યું છે. સુરતમાં વધુ 2 લોકોનો રોગચાળાએ ભોગ લીધો છે. વકરતા રોગચાળાને લઈને આરોગ્ય વિભાગના અધિકારી દ્વારા નિવેદન આપવામાં આવ્યું છે.

85 મેલેરિયા 49 ડેન્ગ્યુના કેસ સપ્ટેમ્બર મહિનામાં નોંધાયા છે. ગત મહિનામાં 26 લાખ ઘરોમાં સરવે થયો હતો. તેમાંથી 66 હજાર ઘરોમાં મચ્છરોના ઉત્પત્તિ સ્થાન મળ્યાં છે. ચાલુ મહિનામાં 13 લાખ ઘર ચાલુ મહિનામાં સરવે કર્યો છે. 4 હજાર મચ્છર ઉત્પત્તિ સ્થાન આઇડેન્ટિફાય થયા હતા.

39 લાખ લોકો પાસેથી વહીવટી ચાર્જ વસૂલવામાં આવ્યો છે. જ્યારે 39 લાખ ઘરોમાં બે મહિનામાં સરવે કર્યો હતો. આ સર્વેમાં 16000 તાવના કેસ સામે આવ્યાં છે. 868 આરોગ્ય વિભાગની ટિમ દ્વારા કામગીરી કરવામાં આવી રહી છે. જ્યાં મચ્છરના ઉદ્ભવ સ્થાન મળ્યા હોય તેવા 9000 લોકોને નોટિસ પાઠવવામાં આવી છે. આરોગ્ય વિભાગે હાલ લોકપ્રતિનિધિનાં સંપર્કમાં રહેવાનો નિર્ણય કર્યો છે. દરેક લોકપ્રતિનિધિને સવારે કોલ કરી તેમના વિસ્તારમાં કોઈ ફરિયાદ છે કે નહીં તે બાબતે પૂછવામાં આવશે.