માંગરોળ દુષ્કર્મ કેસના ગુનેગારોને આજીવન કેદ, કોર્ટે ઝડપી ટ્રાયલ ચલાવી માત્ર 130 દિવસમાં ચુકાદો આપ્યો

Surat Crime: સુરતના માંગરોળમાં ગેંગરેપની ઘટનાનો મામલે આરોપીને કોર્ટ સજા સંભળાવી છે. સાડા ચાર મહિના અગાઉ નવરાત્રિ સમયે સગીરા પર ગેંગરેપ થયો હતો. માંગરોળના ચકચારી ગેંગરેપ કેસમાં કોર્ટે બે આરોપીઓને દોષિત જાહેર કર્યા છે. કોસંબા પોલીસ સ્ટેશન વિસ્તારમાં સગીરા પર થયેલા ગેંગરેપ કેસમાં કોર્ટે ઝડપી ટ્રાયલ ચલાવી હતી. કોર્ટે ઝડપી ટ્રાયલ ચલાવી માત્ર 130 દિવસમાં આપ્યો ચુકાદો આપ્યો હતો.
આ પણ વાંચો: ચેમ્પિયન્સ ટ્રોફી પહેલા પાકિસ્તાને તોડી બધી હદ, વીડિયો થયો વાયરલ
છેલ્લા શ્વાસ સુધી જેલવાસ
સુરતના માંગરોળમાં સામૂહિક દુષ્કર્મ કેસમાં કોર્ટે ચુકાદો આપી દીધો છે. જેમાં બંને આરોપીને આજીવન કેદની સજા ફટકારી છે. જ્યાં સુધી તેમના શ્વાસ ચાલશે ત્યાં સુધી તેમને જેલવાસ કરવો પડશે. મહત્વની વાત એ છે કે આ મામલે કોર્ટે 130 દિવસમાં ઝડપી સુનાવણી હાથ ધરીને ન્યાય આપ્યો હતો.