સુરત ક્રાઈમ બ્રાન્ચે સ્પાઇડર ચોર વિમલસિંહ ઉર્ફે ભોલાને ઝડપી પડ્યો

અમિત રૂપાપરા, સુરત: સુરત ક્રાઈમ બ્રાન્ચે સ્પાઇડર ચોર વિમલસિંહ ઉર્ફે ભોલાને ઝડપી પડ્યો છે. 12 માર્ચના રોજ જીવનદીપ કોમ્પલેક્ષની 3 ઓફિસમાંથી 1,64,000ના મુદ્દામાલની ચોરી થઈ હતી. આ બાબતે અઠવા લાઇન્સ પોલીસ સ્ટેશનમાં ત્રણ ગુના દાખલ થયા હતા.
સુરત ક્રાઈમ બ્રાન્ચ દ્વારા પણ આ ચોરને પકડવાની તજવીજ હાથ ધરાઈ હતી. ક્રાઈમ બ્રાન્ચની તપાસમાં સામે આવ્યું હતું કે ચોરી કરનાર પાઇપની મદદથી પાંચમા માળ સુધી ચડ્યો હતો અને ત્યારબાદ પાઇપની મદદથી જ નીચે ઉતર્યો હતો. ક્રાઈમ બ્રાન્ચે રાંદેર શીતલ ટોકીઝ રિવરફ્રન્ટ પાસેથી આરોપીને ઝડપી પાડ્યો હતો. આરોપી વિજયસિંગ ઉર્ફે ભોલા ઠાકુર સામે સુરતના અલગ અલગ પોલીસ સ્ટેશનમાં 8 ગુના નોંધાઇ ચૂક્યા છે. આરોપી સ્પાઇડરમેનની જેમ હાઇરાઇઝ બિલ્ડીંગ કે પછી ત્રણ ચાર માળની ઇમારતમાં લગાવેલા પાઇપની મદદથી બિલ્ડીંગમાં ઘૂસતો હતો.