December 22, 2024

સુરતમાં કોમ્પ્લેક્ષમાં ચાલે છે બોગસ મેડિકલ ઇન્સ્ટિટ્યૂટ, 6 પ્રકારના કોર્ષ કરાવે છે!

સુરતઃ શહેરમાં દુકાનની અંદર ચાલી મેડિકલ ઇન્સ્ટિટયૂટ ચાલી રહ્યું હતું. જીવનદીપ મેડિકલ ઇન્સ્ટિટ્યૂટના નામથી કોર્સ ચલાવાઈ રહ્યા છે. એક જ દુકાનમાં છ પ્રકારના મેડિકલ કોર્ષ ચલાવાઈ રહ્યા છે.

સુરતમાં મેડિકલ હોસ્પિટલો બાદ બોગસ રીતે ચાલતી મેડિકલ ઇન્સ્ટિટ્યૂટ સામે આવી છે. દુકાનમાં વિદ્યાર્થીઓને ભણાવવામાં આવે છે અને પરીક્ષા આપવા માટે બેંગ્લોર મોકલવામાં આવે છે. ગુજરાતમાં આવી રીતે ઇન્સ્ટિટયૂટ ચલાવવાનો કોઈ કાયદો જ નથી.

ગુજરાત પેરામેડિકલ કાઉન્સિલ સ્ટાફ સાથે થયેલી વાતચીતનું રેકોર્ડિંગ પણ સામે આવ્યું છે. પેરામેડિકલ કાઉન્સિલના હેલ્પલાઇન નંબર પર ચલાવી ન શકાય તેવું સ્વીકાર્યું હતું. આ પ્રકારની ઇન્સ્ટિટ્યૂટ ગુજરાતમાં ચલાવી ન શકાય તેવું સ્વીકાર્યું હતું. પુણા પાટિયા પાસે સીતાડેલ કોમર્શિયલ કોમ્પ્લેક્સમાં બોગસ મેડિકલ ઇન્સ્ટિટ્યૂટ ચાલતું હતું.

બોગસ મેડિકલ ઇન્સ્ટિટ્યૂટ દ્વારા વિદ્યાર્થીઓ પાસે ફી પણ લેવામાં આવી છે. વિદ્યાર્થીઓ બેંગ્લોર પરીક્ષા આપવા જતા હોવાનું પણ સ્વીકારતા હોવાનો વીડિયો સામે આવ્યો છે. ગુજરાતમાં GNM એટલે કે નર્સિંગ માટેની માન્યતા આપેલા કોર્સ ચલાવતી ઇન્સ્ટિટયૂટના લિસ્ટમાં જીવનદીપ મેડિકલ ઇન્સ્ટિટ્યૂટનું કોઈ જ નામ નથી.