January 19, 2025

ઉદ્યોગકાર મહેશ સવાણીના નામે કરોડોની છેતરપિંડી, એક આરોપીની ધરપકડ

સુરતઃ ઉદ્યોગકાર મહેશ સવાણીના નામની ખોટી ચિઠ્ઠી બનાવી કરોડોની ઠગાઈ આચરવામાં આવી હોય તેવી ઘટના સામે આવી છે. આ મામલે સુરત ક્રાઇમ બ્રાન્ચે 5.61 કરોડ રૂપિયા પડાવનારા 3 લોકો સામે ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

વેવાઈની 33 કરોડની મગદલ્લાની જમીન ઘોંચમાં નાખવા ફાઇનાન્સર ટોળકીએ આ કારસ્તાન રચ્યું હતું. ત્યારે આ મામલે સુરત ક્રાઇમ બ્રાન્ચે આરોપી મુકેશ સવાણીની ધરપકડ કરી છે. ઉલ્લેખનીય છે કે, આરોપી ફાઇનાન્સર પિતા-પુત્ર હજુ ફરાર છે.

ઉદ્યોગપતિ મહેશ સવાણીના વેવાઈએ વેડરોડના ફાઇનાન્સર સાથે જમીનનો સોદો કર્યો હતો. રૂપિયા 33 કરોડમાં મગદલ્લાની જમીનનો સોદો કર્યો હતો. દસ્તાવેજ સમયે ફાઇનાન્સર અને તેના પુત્રએ મહેશ સવાણીના નામે ખોટી ચિઠ્ઠી બનાવી હતી. 5.61 કરોડ લેવાના બાકી છે, તેવી ખોટી ચિઠ્ઠી બનાવી વેવાઈ પાસે ઉઘરાણી કરી હતી.