January 7, 2025

સુરતમાં BJP નેતાના આપઘાતનો મામલો, બેડરૂમનું FSL કરાવવામાં આવશે

સુરતઃ બીજેપી મહિલા મોરચાના નેતાનો આપઘાતનો મામલે નવો ખુલાસો સામે આવ્યો છે. બીજેપીના કોર્પોરેટર ચિરાગ સોલંકીને મૃતક દીપિકાની છોકરીઓએ ફોન કર્યો હતો.

ફોન કર્યો ત્યારે તેમની ત્રણે દીકરીઓએ બેડરૂમ ખખડાવ્યો હતો , પરંતુ કોઈ જવાબ મળ્યો નહોતો. ત્યારે દીકરીઓ નીચે ગઈ હતી અને ડોક્ટર આકાશે ફોન કરી ચિરાગ સોલંકીને બોલાવ્યો હતો.

આકાશે કહ્યું હતું કે, થોડો જીવ બચ્યો છે તાત્કાલિક સિવિલ હોસ્પિટલ લઈ જાઓ. ચિરાગે પરિવારની હાજરીમાં મૃતક દીપિકાને નવી સિવિલ હોસ્પિટલ લઈ ગયો હતો. સિવિલ હોસ્પિટલના ફરજ પરના ડોક્ટરે દીપિકાને તપાસી મૃત જાહેર કરી હતી. હાલ આ સમગ્ર મામલે પોલીસે દીપિકાના બેડરૂમનું એફએસએલ કરાવ્યું હતું.

બેડરૂમમાંથી દુપટ્ટો, પંખો, મોબાઈલ ફોન અને અન્ય વસ્તુઓ FSL માટે મોકલવામાં આવી છે. તે સાથે મોબાઈલ ડિટેઇલ પણ જોવામાં આવી રહી છે. આ બનાવમાં મૃતક દીપિકાની ત્રણે છોકરીઓની પણ પૂછતાછ કરવામાં આવશે. પોલીસ તપાસમાં જાણવા મળ્યું કે, મૃતક દીપિકા ચિરાગની માનીતી બહેન હતી.