December 26, 2024

સુરતમાં બે સગા ભાઈઓની આત્મહત્યા, લોનના હપ્તા ન ભરાતા ભર્યું પગલું

surat amroli diamond worker two brothers suicide

બંને ભાઈઓની ફાઇલ તસવીર

સુરતઃ શહેરના અમરોલી વિસ્તારમાં બે સગા ભાઈઓએ આપઘાત કરતા ચકચાર મચી ગયો છે. ત્યારે આ ઘટનાની જાણ થતાં જ અમરોલી પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી અને આગળની તપાસ હાથ ધરી હતી.

અનાજમાં નાંખવાની દવા પીને આપઘાત
મળતી માહિતી પ્રમાણે, સુરતના અમરોલી વિસ્તારમાં બે સગા ભાઈઓએ આપઘાત કર્યો છે. બંને ભાઈએ રત્ન કલાકાર તરીકે કામ કરતા હતા. તેમણે અનાજમાં નાખવાની દવા પીને આપઘાત કર્યો હતો.

હપ્તા ન ભરાતા ભર્યું પગલું
આ ઘટનાની જાણ થતાં જ અમરોલી પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી. ત્યારે પ્રાથમિક તપાસ દરમિયાન બંને મૃતકોના નામ સુતરીયા પરીક્ષિત અને સુતરીયા હિરેન જાણવા મળ્યા હતા. લોનના હપ્તા ન ભરી શકતા હોવાથી આપઘાત કર્યો હોવાનું સામે આવ્યું છે.

સારવાર દરમિયાન બંનેના મોત નીપજ્યા
બંને ભાઈઓને તાત્કાલિક સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. ત્યાં સારવાર દરમિયાન બંને ભાઈઓના મોત નીપજ્યા છે. આ ઘટનાને પગલે તેમના પરિવારમાં શોકનો માહોલ છવાયો છે. તો આ મામલે અમરોલી પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.