December 23, 2024

સુરત એરપોર્ટ પર એરલાઇન્સ સિસ્ટમમાં ખામી સર્જાતા 10 ફ્લાઇટ મોડી

સુરતઃ શહેરમાં આવેલા એરપોર્ટ પર ફ્લાઇટના શિડ્યૂલ ખોરવાયા છે. એરલાઇન્સની સિસ્ટમમાં ખામી સર્જાતા મોટા પ્રમાણમાં ફ્લાઇટને અસર થઈ છે. તેને કારણે મુસાફરો રઝળી પડ્યા છે.

એરલાઇન્સ કંપનીની સિસ્ટમમાં ખામી સર્જાતા 10થી વધુ ફ્લાઇટ મોડી પડી હતી. શનિવારે બપોરે 12 કલાકે સિસ્ટમમાં ખામી સર્જાઈ હતી. મોટાભાગની ફ્લાઇટના શિડ્યુલ પર અસર પડી છે. ઇન્ડિગો અને એર ઇન્ડિયા એક્સપ્રેસની આવતી-જતી 10 ફ્લાઈટને અસર પહોંચી છે. સિસ્ટમમાં ખામી સર્જાવાના લીધે ફ્લાઇટ મોડી પડી હતી.

શિયાળાના સમય પત્રકમાં એર ઇન્ડિયા એક્સપ્રેસ દ્વારા સુરત-અબુધાબી ફ્લાઇટ માટે સ્લોટ લેવામાં આવ્યો છે. 28 ઓક્ટોબર 2024 પછીનો સ્લોટ લેવાયો હતો. ત્યારે સુરત એરપોર્ટથી શિયાળા દરમિયાન સુરત-અબુધાબીની ફ્લાઈટ શરૂ થવાની સંભાવના છે. ઉલ્લેખનીય છે કે, ભૂતકાળમાં અનેક રજૂઆતો એરપોર્ટ ગ્રુપ દ્વારા કરવામાં આવી છે.