January 9, 2025

સુરત: બ્રિજ પર રીલ બનાવવાની ના પાડતા નબીરાઓએ કોન્સ્ટેબલ પર કાર ચઢાવી દીધી

સુરત: હાલના યુવાનોને સોશિયલ મીડિયાનું એ હદે ઘેલું લાગ્યું છે કે કેટલાક યુવાનો સોશિયલ મીડિયામાં ફેમસ થવાના ચક્કરમાં ગુનાહિત પ્રવૃત્તિ પણ કરી બેસતા હોય છે. રીલ બનાવવા માટે યુવાનો બાઈક પર સ્ટંટ કરવા, જાહેર રસ્તા પર ચાળા કરવા અને અશ્લીલ હરકતો કરતા નજરે પડી જાય છે ત્યારે આવી જ એક ઘટના સુરતમાં સામે આવી છે.જેમાં કેટલાક યુવક-યુવતી વાલક બ્રિજ પર રીલ્સ બનાવી રહ્યા હતા. જોકે બ્રિજ પરથી એક કોન્સ્ટેબલ પસાર થતા તેમને રીલ્સ બનાવવાથી અટકાવ્યા હતા. ત્યારે આ નબીરાઓએ કોન્સ્ટેબલ પર જ ગાડી ચઢાવી દીધી હતી.

સુરતમાં વાલક બ્રિજ પર કાર રોકીને કેટલાક યુવક-યુવતી રીલ બનાવી રહ્યા હતા. આ દરમિયાન ત્યાંથી કોન્સ્ટેબલ પસાર થતાં રીલ બનાવતા તેમને રોક્યા હતા, જે દરમિયાન આ નબીરાઓ ગુસ્સામાં આવી ગયા હતા અને કોન્સ્ટેબલનો વિરોધ કર્યો હતો અને તેની સાથે અભદ્ર વર્તન કર્યું હતું. જોકે આ નબીરાઓ ત્યાંથી અટક્યા નહીં અને રીલ બનાવતા રોકતા કોન્સ્ટેબલ પર કાર ચઢાવી દીધી હતી. જે બાદ કોન્સ્ટેબલે કારના વાયપરના સહારે 300 મીટર બોનટ સાથે લટકી રહ્યો હતો.

આ પણ વાંચો: દિવાળી-છઠ માટે 6000થી વધુ ટ્રેનો દોડશે! પશ્ચિમ રેલવેએ જાહેર કર્યું શેડ્યુલ

આ ઘટનાનો એક વીડિયો પણ સામે આવ્યો છે. જોકે આ ઘટનાની જાણકારી મળતા જ સરથાણા પોલીસનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને પોલીસે બંન્ને નબીરાઓની ધરપકડ કરી હતી. પોલીસે પ્રાજલ ખેની અને ધ્રુપીન વાસાણી નામના બંને નબીરોઓની ધરપકડ કરી છે.