November 18, 2024

પારસ પથ્થરથી ઓછો નથી આ 8 રૂપિયાનો શેર!

નવી દિલ્હી: છેલ્લા કેટલાક વર્ષોથી શેર માર્કેટમાં કેટલાક શેરની અંદર સારી તેજી જોવા મળી રહી છે. તેમાં પણ સૂરજ પ્રોડક્ટ્સના શેરની તેજી જોઈને તો તમારી આંખો અંજાઈ જશે. કંપનીના શેરના ભાવ એક સમયે 8 રૂપિયા હતા. જે વધીને 445 રુપિયા સુધી પહોંચી ગઈ છે. માત્ર 4 મહિનાની અંદર આ શેરે 5400 ટકાનું રિટર્ન દેવામાં સફળ રહ્યો છે.

માત્ર 6 મહિનામાં પૈસા ડબલ
છેલ્લા એક મહિનામાં આ મલ્ટીબેગર શેરની કિંમતમાં 4 ટકાનો ઉછાળો જોવા મળ્યો છે. કંપનીના શેરની કિંમત 425 રુપિયાથી વધીને 445 રુપિયા પર પહોંચ્યો છે. જોકે 6 મહિનામાં કંપનીના શેર હોલ્ડરે કરેલા રોકાણના 95 ટકા મળી ચૂક્યા છે.

1 વર્ષમાં 230%નું રિટર્ન
1 વર્ષ પહેલા સૂરજ પ્રોડક્શનના શેરની કિંમત માત્ર 135 રુપિયા હતી. મતલબ કે એ સમયના કંપનીના શેરના ભાવમાં 230 ટકાનો વધારો થયો છે. 2 વર્ષમાં આ શેરમાં રોકાણકારોને 300 ટકાનો નફો નોંધાયો છે. મહત્વનું છેકે, 3 વર્ષ પહેલા માલામાલ કરવા વાળો આ શેર 35 રુપિયામાં ઉપલબ્ધ હતો.આમ 1200 ટકાનું દમદાર રિટર્ન રોકાણકારોને મળ્યું છે.

કંપનીનું માર્કેટ કેપ 506 કરોડ રુપિયાનું છે. 52 અઠવાડિયા લો લેવલ 116.50 રુપિયા પ્રતિ શેરના છે. કંપનીએ 52 અઠવાડિયામાં હાઈ 455.60 રૂપિયા પ્રતિ શેરના છે.