સોમનાથ મંદિર આસપાસ ઉર્સની ઉજવણી માટે કરેલી અરજી સુપ્રીમકોર્ટે ફગાવી દીધી
Ahmedabad Court: સોમનાથ મંદિર આસપાસ ઉર્સની ઉજવણી મામલે મોટા સમાચાર સામે આવ્યા છે. સુપ્રીમકોર્ટે ધાર્મિક શોભાયાત્રા કાઢવા માટે કરેલી અરજી ફગાવી દીધી છે. રાજ્ય સરકારે સપ્ટેમ્બર 2024માં ગેરકાયદે બાંધકામ પર બુલ્ડોઝર ચલાવ્યું હતું. ધાર્મિક સરઘસને મંજૂરી આપવા માટે અરજદારે માંગી હતી.
આ પણ વાંચો: આવતા વર્ષથી સ્ટાન્ડર્ડ અને બેઝિક ગણિતના પુસ્તકોમાં થઈ શકે છે ફેરફાર
શોભા યાત્રાનો કોઈ મતલબ નથી
અરજદારે કહ્યું હતું કે 1000 વર્ષથી આ જુલૂસ કાઢવામાં આવે છે માટે મંજૂરી આપવામાં આવે. રાજ્ય સરકારે અરજીનો કર્યો હતો સખ્ત વિરોધ. સરકારે કહ્યું કે સરકારી જમીન પર માળખું જ અસ્તિત્વમાં નથી તો આવી શોભા યાત્રાનો કોઈ મતલબ નથી. જમીન રાજ્ય સરકાર પાસે જ રાખવા સુપ્રીમ કોર્ટનો મહત્વનો હુકમ છે.