યાત્રીગણ કૃપયા ધ્યાન દે…હવે APPના પ્લેટફોર્મ પરથી મળશે ટિકિટ
દિલ્હી: “મુસાફરોનો નહીં થાય હવે ટાઈમવેસ્ટ”…સામાન્ય લોકની સવારી એટલે રેલગાડી..મોટા ભાગના લોકો ટ્રેનમાં મુસાફરી કરવાનું પસંદ કરતા હોય છે. હવે તો ડિજિટલનો યુગ આવતા ગાર્ડ પાસે ટિકિટ લેવાનું આવતું જ નથી. પરંતુ હવે એમાં પણ લોકોને સહેલું પડે તે માટે Indian Railway ની સુપર એપ આવી ગઈ છે.
મુસાફરોનો સમય વેસ્ટ
ભારતીય રેલવેમાં સફર કરવા માટે મુસાફરો ટિકિટ બુક કરવા અલગ અલગ પ્રકારની એપનો ઉપયોગ કરે છે. જેના પરિણામે તેમને ટિકિટ, સીટ, સુરક્ષા, જાણકારી, ફરિયાદ સહિતના મામલે અનેક જગ્યાએ સર્ચ કરવું પડે છે. પરિણામે મુસાફરોનો મોટા ભાગનો સમય વેસ્ટ થાય છે. જાણકારી મેળવવા માટે મુસાફરોને અલગ એપમાં શોધવું પડે છે. મુસાફરોને ટિકિટ બુક કરવા, ટ્રેનનું લોકેશન જાણવા, અલગ અલગ એપ રાખવી પડે છે. પરંતુ લોકોને હવે આ સમસ્યાનો સામનો કરવો નહીં પડે.
ઓલ ઈન વન
હવે રેલવેની અલગ અલગ સુવિધાઓ માટે મુસાફરોએ અનેક એપ મોબાઈલમાં ડાઉનલોડ કરવી નહીં પડે. ટોટલ સુવિધાઓ એક જ એપમાં મળી રહેશે. બધી એપને એક બીજામાં કનેક્ટ કરી દેવામાં આવશે. જેના કારણે ટ્રેનની સાથે જોડાયેલ તમામ કાર્ય એક જ એપમાંથી થઈ જશે. એક માહિતી અનુસાર સુપર એપને ક્રિસ ડેવલપ કંપની તૈયાર કરી રહી છે.
યુઝર્સના કામ સરળ
રેલવે સંબંધિત તમામ સેવાને એક જ એપમાં લાવવાનો મુખ્ય કારણ એ છે કે યુઝર્સને એટલે કે મુસાફરોને સરળતા રહે. આ એપમાં યુટીએસ અને નેશનલ ટ્રેન ઇન્ક્વાયરી સિસ્ટમ જેવી એપ્સમાં સામાવેશ હશે. આ ઉપરાંત TMS- નિરીક્ષણ પણ આ એપમાં જોવા મળશે. આ સાથે જ IRCTC રેલ કનેક્ટ, IRCTC ઈ-કેટરિંગ ફૂડ ઓન ટ્રેક અને IRCTC એર જેવી ઘણી જાણીતી સ્ટેન્ડઅલોન એપ્સનો પણ સમાવેશ કરવામાં આવશે. અહિંયા એ વાત મહત્વની છે કે વર્તમાન સ્ટેન્ડઅલોન એપ્સને સામાન્ય પ્લેટફોર્મ પર લઈને તેની વેલ્યુ ઊભી કરવાની. આ એપને વિકસાવવા માટે ઓછામાં ઓછો ત્રણ વર્ષ સુધીનો સમય લાગી શકે છે. જેનો તમામ ખર્ચ રૂપિયા 90 કરોડ હોય શકે છે.
આ પણ વાચો: શૂરવીર તો ઠીક અહીં તો સિંહણની પ્રતિમા, ત્રણ ત્રણ વર્લ્ડ રેકોર્ડ