KKR vs SRH: આજે સનરાઈઝર્સ હૈદરાબાદ પાસે ઈતિહાસ રચવાની તક
IPL 2024 Final, KKR vs SRH: આઈપીએલની આખરી મેચ આજે છે. આ મેચનું આયોજન ચેન્નાઈમાં કરવામાં આવ્યું છે. હૈદરાબાદ અને કોલકાતા વચ્ચે રમાવાની છે. ત્યારે આજની મેચમાં હૈદરાબાદની ટીમ ઈતિહાસ રચી શકે છે. જો આજની મેચ હૈદરાબાદની ટીમ જીતી જાય છે તો આજે નવો રેકોર્ડ બનાવી શકે છે. આ સિદ્ધિ આ પહેલા મુંબઈ ઈન્ડિયન્સ જ કરી શકી છે.
ઇતિહાસ રચવાની તક
સનરાઇઝર્સ હૈદરાબાદને આ સિઝનના ક્વોલિફાયર-1માં હાર મળી હતી. જે બાદ સનરાઇઝર્સ હૈદરાબાદે ક્વોલિફાયર-2માં જીત મેળવીને ફાઇનલમાં પોતાનું સ્થાન નિશ્ચિત કરી લીધું હતું. ત્યારે હૈદરાબાદની ટીમની નજર ટ્રોફી પર છે. જો આજની મેચ સનરાઇઝર્સ હૈદરાબાદ જીતે છે તો ક્વોલિફાયર-1 હાર્યા બાદ ચેમ્પિયન બનનાર બીજી IPL ટીમ બની જશે. આ પહેલા આવું માત્ર મુંબઈ ઈન્ડિયન્સ જ આવું કરી શકી છે.
આ પણ વાંચો: IPL 2024 Final: આજે ચેન્નાઈમાં KKR અને SRH વચ્ચે મેદાન-એ-જંગ
આ ખેલાડીઓ હૈદરાબાદની ટીમમાં
સનરાઇઝર્સ હૈદરાબાદે એમએ ચિદમ્બરમ સ્ટેડિયમમાં અત્યાર સુધીમાં 11 મેચ રમી છે. આજે જે મેચ રમાશે તે 12મી મેચ રમાશે. જેમાં 2માં જીત મેળવી છે. જો કે આઈપીએલની આ સિઝનની બીજી ક્વોલિફાયર મેચ પણ આ સ્ટેડિયમમાં રમાઈ હતી. તમને જણાવી દઈએ કે આ મેદાનમાં સનરાઈઝર્સ હૈદરાબાદની ટીમનો રેકોર્ડ બિલકુલ સારો નથી. સનરાઇઝર્સ હૈદરાબાદ ટીમના ખેલાડીઓ ગ્લેન ફિલિપ્સ, મયંક માર્કંડે , શાહબાઝ અહેમદ, વિજયકાંત વ્યાસકાન્ત, વોશિંગ્ટન સુંદર, મયંક અગ્રવાલ, અનમોલપ્રીત સિંહ, ઉપેન્દ્ર યાદવ, જાટવેદ સુબ્રમણ્યન, ફઝલહક ફારૂકી, માર્કો જેન્સન, આકાશ મહારાજ સિંહ. ટ્રેવિસ હેડ, અભિષેક શર્મા, રાહુલ ત્રિપાઠી, નીતિશ રેડ્ડી, એડન માર્કરામ, હેનરિક ક્લાસેન (wk), અબ્દુલ સમદ, પેટ કમિન્સ (c), ભુવનેશ્વર કુમાર, જયદેવ ઉનડકટ, ટી નટરાજન, ઉમરાન મલિક, સનવીર સિંહ રમી શકે છે.